Western Times News

Gujarati News

વિજય માલ્યા બેંકોને રૂપિયા આપવા તૈયાર છે

નવીદિલ્હી, ભાગેડું લિકરકિંગ વિજય માલ્યાએ પોતાના બચાવા માટે અંતિમ રસ્તા તરીકે એક સેટલમેંટ પેકેજની રજૂઆત કરી છે. માલ્યાએ કહ્યું કે તેઓ બેંકોને ૧૩,૯૬૦ કરોડ રૂપિયા આપવા તૈયાર છે. વિજય માલ્યાની પાસે હવે કોઇ રસ્તો બચ્યો નથી અને આ પેકજ જો સરકાર સ્વીકાર કરે છે તો આ માલ્યા માટે બચાવાનો અંતિમ વિકલ્પ બની શકે છે.

ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે વિજય માલ્યા પાસે હવે કોઇ કાયદાકીય રસ્તો બચ્યો નથી. આ સેટલમેંટ પેકેજ જ માલ્યા માટે અંતિમ આશાનું કિરણ છે. વિજય માલ્યા ગયા મહીને જ પ્રત્યાર્પણ સામેનો કેસ હારી ચૂક્યાં છે અને તેને બ્રિટેનની સુપ્રીમ કોર્ટમાં હવે ફરીથી અપીલ કરવાને લઇને મનાઇ કરવામાં આવી છે.

એક સમાચાર મુજબ વિજય માલ્યાના વકીલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે તેઓ બેંકોને એક સેટલમેંટ પેકેજ આપવાનો વાયદો આપે છે. જેમાં વકીલે એ નથી જણાવ્યું કે આ સેટલમેંટ પેકેજ કેટલાનું છે. પરંતુ છેલ્લા મહીને દાખલ કરવામાં આવેલી એક અરજીમાં તેને ૧૩,૯૬૦ કરોડ રૂપિયાના સેટલેમેંટ પેકેજની વાત કરી છે.

વિજય માલ્યા પર જો બેંકોની મૂળ રકમની વાત કરીએ તો આ અંદાજે ૯,૦૦૦ કરોડ રૂપિયા છે, પરંતુ હવે તેના પર વ્યાજ ઘણું વધારે થઇ ગયું છે. એટલા માટે વિજય માલ્યાએ હવે વ્યાજ વગર જોડાતા અંદાજે ૧૪ હજાર કરોડ રૂપિયા આપવાની રજૂઆત કરી છે.આ વિજ્ય માલ્યા દ્વારા આપવામાં આવનારી સૌથી મોટી રકમની રજૂઆત છે. આ રજૂઆત સાથે માલ્યા ઇચ્છે છે કે બેંકોના કંસોર્ટિયમની સાથે ચાલતો તેમનો વિવાદ પૂર્ણ થઇ જાય અને તેમના વિરુદ્‌ધ મની લોન્ડ્રરિંગ કેસ પણ બંધ કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.