ચીને હવે ડેપસાગના મેદાનોમાં કર્યું બાંધકામ: ભારતે ઉઠાવ્યો સખ્ત વાંધો
નવી દિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા,એલએસી (LAC) પર તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીનની વચ્ચે અનેક વાર કમાન્ડર સ્તરની વાતચીત થઇ ચૂકી છે. બંને દેશો વચ્ચે હાલ પણ સેના લેવલની વાતચીત ચાલુ છે. આ તમામ તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે હવે ભારતના ડેપસાંગ મેદાનો અને દૌલત બેગ ઓલ્ડી ક્ષેત્રમાં ચીની સેનાએ બાંધકામ શરૂ કર્યું છે. ભારત કૂટનૈતિક અને સૈનિક સ્તર જ્યાં એક તરફ વાત કરી રહ્યા છે ત્યાં બીજી તરફ આ ખબર આવી છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના ચીની સમકક્ષ સહિત બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓએ એલએસી પર સૈન્ય નિર્માણનો ઉકેલ લાવવા માટે વાતચીત કરી છે.
સુત્રોએ એએનઆઇને જણાવ્યું કે હાલ વાર્તાનો સિલસિલો ચાલી રહ્યો છે. ભારતના પક્ષે ચીનથી કહ્યું કે એક સૈન્ય અભ્યાસની આડમાં તેણે પૂર્વ લદાખમાં LAC પર મોટી સંખ્યામાં સૈનિકો અને યુદ્ધ સામગ્રીની તૈયારી કરી છે. કમર્શિયલ સેટેલાઇટના માધ્યમથી આ અંગે જાણકારી મળી શકે છે. તેમણે કહ્યું કે ડેપસાંગના મેદાની ક્ષેત્ર અને ડીઓબી સેક્ટરમાં ચીની બિલ્ડઅપ અને કંસ્ટ્રક્શન એક્ટીવિટીના મુદ્દા પર ભારતે આ મામલે આપત્તિ વ્યક્ત કરી છે. ભારતે ચીની સેનના પેટ્રોલિંગ પોઇન્ટ 10થી ભારતની સેનાની પેટ્રોલિંગમાં રોકવા મામલે પણ મુદ્દો ઉઠાવ્યો છે. સુત્રોનું કહેવું છે કે પેટ્રોલિંગ પોઇન્ટ 13 પર ચીન મોટા નિર્માણ કાર્યમાં લિપ્ત છે.
ડેપસાંગ મુદ્દે પ્રમુખતા ઉઠાવે તે પહેલા ભારતીય પક્ષ ગલવાન ખીણના પેટ્રોલિંગ પોઇન્ટ 14,15, હોટ સ્પ્રિંગ, ગોગરા અને ફિંગર એરિયા સહિત ચાર બિંદુઓ પર વિસ્થાપન પ્રક્રિયા પર ચર્ચા કરી જ રહ્યો છે. અને કેટલાક મામલે બંને પક્ષોની સહમતી પછી ચીની સેનાએ પીછેહટ કરી છે. વળી ગલવાનના એક વિસ્તારને બફર ઝોન જાહેર કરી બંને સેનાને અહીં પેટ્રોલિંગ કરવાનું ટાળ્યું છે. ઉલ્લેખનીય છે કે 15 જૂને ગલવાન ખીણમાં હિંસક ઝડપ દરમિયાન ભારતના 20 જવાનો શહિદ થયા હતા.