કોહલી પર ફિદા સુંદર પાકિસ્તાની ક્રિકેટરે કરી સગાઈ
૨૧ જૂન ૧૯૯૨ના રોજ કરાંચીમાં જન્મેલી કૈનત ઈમ્તિાઝે ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કૈનતે પાકિસ્તાન તરફથી ૧૧ વન-ડે અને ૧૨ ટી-૨૦ મેચ રમી છે. તેના નામે વન-ડેમાં ૫૧ રન અને ૯ વિકેટ છે. ટી-૨૦માં ૪૧ રન અને ૬ વિકેટ છે.
કૈનતે ઓછી ઉંમરમાં પાકિસ્તાન માટે કમાલ કરી છે. ૨૦૦૫માં પાકિસ્તાનમાં થયેલા મહિલા એશિયા કપમાં ભારતની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામી સાથે મુલાકાત કર્યા પછી કૈનતે ફાસ્ટ બોલર બનવાનો નિર્ણય કર્યો હતો. અહીંથી તેની નવી સફર થઈ હતી. તે સમયે તે ૧૪ વર્ષની હતી
કૈનત ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગના કારણે તેની પ્રશંસક છે. ૨૦૧૮માં કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં ૫૫૮ રન બનાવ્યા હતા. કોહલીની આક્રમક બેટિંગ જાેઈને કૈનત તેની ઉપર ફિદા થઈ ગઈ હતી અને તે સમયે સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા કરી હતી. જે ચર્ચામાં રહી હતી.