Western Times News

Gujarati News

માસ્ક પહેરીને રણબીર કપૂરે માણી સાઈકલ રાઈડ, ઓળખી પણ ન શક્યા ફેન્સ

દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે પરંતુ અનલોકમાં મળેલી છૂટ પછી ધીમે ધીમે બોલિવુડની ચમક પણ પાટા પર આવી રહી છે. બોલિવુડ સેલેબ્સ પોતાના પર્સનલ કામ માટે તેમજ શૂટિંગ માટે હવે ઘરની બહાર નીકળી રહ્યાં છે. એક્ટ્રેસિસ જાેગિંગ કરતા તેમજ ખરીદી કરતાં જાેવા મળી છે તો હવે રણબીર કપૂર પણ બહાર ક્લિક થયો છે. રણબીર માસ્ક સાથે સાઈકલિંગ કરતા ક્લિક થયો હતો. આ તસવીરમાં તમે જાેઈ શકો છો કે રણબીર કપૂર કોરોના કાળમાં ખૂબ જ સાવધાની સાથે માસ્ક પહેરેલો જાેવા મળે છે. તેણે પોતાના ચહેરાને સમગ્ર કવર કરેલો છે.

રણબીર કપૂર બ્લૂ ટીશર્ટ, બ્લેક લોઅર પહેરેલો જાેવા મળ્યો હતો. જાેકે, તેણે ચહેરા પર માસ્ક લગાવેલું હોવાથી તેને ઓળખવો પણ મુશ્કેલ હતો. કદાચ ભરબજારમાં સાઈકલ લઈને એટલે જ નીકળી તો પડ્યો પણ તેને કોઈ ઓળખી શક્યું નહોતું.

નોંધનીય છે કે લોકડાઉનનો સમય સમગ્ર બોલિવુડ સેલેબ્સે ઘર અને પરિવાર સાથે જ પસાર કર્યો હતો. કેટલાક બોલિવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરીને ફેન્સને ડે ટૂ ડેની અપડેટ પણ આપતા હતાં. હવે લોકડાઉન પછી આ રીતે રણબીર કપૂર પહેલીવાર જાહેરમાં જાેવા મળ્યો છે.

શહેરમાં હવે કોરોના મહામારી અને લોકડાઉનના નિયમો હળવા કરાતા રણબીર કપૂર જાહેરમાં જાેવા મળ્યો હતો.  રણબીર આમ તો ફિટનેસ ફ્રિક છે પરંતુ આવી રીતે જાહેરમાં પહેલીવાર સાઈકલ ચલાવતા જાેવા મળ્યો છે. રણબીર અને આલિયાની ફ્રેન્ડશિપ પણ બી ટાઉનમાં ચર્ચાનો વિષય બની હતી. આ ક્યૂટ જાેડી ‘બ્રહ્માસ્ત્ર’માં દર્શકોનું મનોરંજન કરવા માટે એકસાથે આવવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.