Western Times News

Gujarati News

ચાર મહિના બાદ બહેનપણીઓ સાથે ફરવા નીકળી આ એક્ટ્રેસ, બીચ પર કરી ખૂબ મસ્તી

સીરિયલ ‘કુંડલી ભાગ્ય’ ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ શ્રદ્ધા પોતાની ગર્લગેંગ સાથે બીચ પર મસ્તી કરતી જાેવા મળી હતી. શ્રદ્ધાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની ફ્રેન્ડ્‌સ સાથેની તસવીરો શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું કે, ૪ મહિના બાદ તે દરિયાકિનારે પહોંચી છે.

તસવીરોમાં શ્રદ્ધા આર્યા સાથે તેની બે બહેનપણીઓ જાેવા મળે છે. ત્રણેયે માસ્ક પહેરેલું છે. ત્રણેય જણા બીચ પર મસ્તીના મૂડમાં જાેવા મળી રહ્યા છે. બહેનપણીઓ સાથેની સુંદર તસવીરો શેર કરતાં શ્રદ્ધાએ લખ્યું, “ચાર મહિના બાદ બેસ્ટફ્રેન્ડ્‌સ સાથે બીચ પર એક સુંદર સાંજ વિતાવી. એવું લાગ્યું કે જાણે હું ફરીથી શ્વાસ લઈ શકું છું. ભગવાન અમારા શરીર, મગજ અને આત્માની બધી જ બીમારીઓ દૂર કરી દો. આપણે સૌ સાજા થઈએ. આપણે સૌ હસીએ. આપણે સૌ જીવીએ!”

શ્રદ્ધા પોતાની બહેનપણીઓ સાથે આઉટિંગ પર નીકળી ત્યારે હળવો વરસાદ પણ વરસી રહ્યો હતો. આંખ સામે ઘૂઘવાતો દરિયા અને ઉપરથી વરસી રહેલા પાણીની મજા શ્રદ્ધા અને તેની બહેનપણીઓ માણી હતી. તસવીરોમાં જાેઈ શકો છો કે શ્રદ્ધાએ છત્રી સાથે અલગ-અલગ પોઝ પણ આપ્યા છે.

ચાર મહિના પછી ફ્રેન્ડ્‌સ સાથે બીચ પર આવીને શ્રદ્ધામાં નવી ઊર્જાનો સંચાર થયો હતો. માસ્ક પાછળ છુપાયેલા તેના ચહેરાની ખુશી અને ઉત્સુકતા આંખો દ્વારા દેખાતી હતી. બ્લૂ રંગના આઉટફિટમાં શ્રદ્ધા ખૂબસૂરત લાગતી હતી.

શ્રદ્ધા પોતાના આઉટફિટની સાથે મેચિંગ માસ્ક પહેર્યું હતું ઉપરાંત તેની છત્રી પણ આકર્ષક હતી. છત્રી સાથે શ્રદ્ધાએ ઘણા પોઝ આપ્યા હતા. તસવીરો શેર કરતાં લખ્યું, “આ નાની-નાની વાતો પહેલા મારા માટે બહુ મહત્વની નહોતી પરંતુ હવે હું તેની પ્રશંસા કરું છું. મિત્રોને મળવું, બીચ પર ફરવું, વરસાદને માણવો, આકાશમાં ઊંચે ઉડતા વિમાન સામે હાથ હલાવવો આ બધી જ બાબતો મારા હૃદયમાં ઝૂલી રહી છે.

શ્રદ્ધાની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વર્કફ્રંટની વાત કરીએ તો શ્રદ્ધા સીરિયલ ‘કુંડલી ભાગ્ય’માં જાેવા મળે છે. આ એપિસોડનું શૂટિંગ શરૂ થયું છે અને નવા એપિસોડ જાેવા મળી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.