બે વર્ષની વયે સેરેનાની પુત્રી ફૂટબાૅલ ટીમની માલિક બની
આટલી નાની ઉંમરે અમેરિકા નેશનલ વુમેન સોકર લીગની ટીમ લાૅસ એન્જેલિસની માલિક બની ગઈ છે
વોશિંગ્ટન, મહિલા ટેનિસમાં જેણે મોટી નામના મેળવી છે તેવી સ્ટાર ખેલાડી સેરેના વિલિયમ્સની બે વર્ષની પુત્રી હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં સેરેના વિલિયમ્સે દિકરીને જન્મ આપ્યો હતો. તે પછી સેરેના સતત સોશિયલ મીડિયામાં તેના વીડિયો અને તસવીરો મૂકતી રહે છે. સેરેનાએ તેને દિકરીને ઓલિંપિયા નામ આપ્યું છે. ત્યારે ઓલિંપિયાએ બે વર્ષની ઉંમરે જ હાલ મોટું કામ કરી ચર્ચાનું કેન્દ્ર બની છે. સેરેનાની પુત્રી બે વર્ષની છે.
અને તે આટલી નાની ઉંમરે અમેરિકા નેશનલ વુમેન સોકર લીગની ટીમ લાૅસ એન્જેલિસની માલિક બની ગઈ છે. સેરેના વિલિયમ્સે સોશિયલ મીડિયામાં ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. આ લીગની નવી સીઝન ૨૦૨૨માં શરૂ થશે. સેરેનાની દિકરી ઓલિંપિયા આ સાથે જ પ્રો સ્પોર્ટસની સૌથી યુવાન માલિક બની ગઇ છે. સેરેનાએ કહ્યું કે તેમને ખુશી છે કે તે અને તેમની પુત્રી સાથે મળીને મહિલાઓના ખેલમાં આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ વાત પર તેને ગર્વ છે.
ઉલ્લેખનીય છે કે સેરેના અવાર નવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની દીકરીની ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે. જે વાત તેના ફેન્સને પણ ખૂબ જ ગમે છે. ૨૦૧૮માં ૨૩ વાર ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતનાર સેરેનાએ મા બન્યા પછી કોર્ટમાં પરત ફરી છે. તેમણે છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ગત વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યું હતું. આ પછી તે અનેક વાર ફાઇનલમાં પહોંચી પણ જીતી નથી શકી.