Western Times News

Gujarati News

ટોસિલિઝુમેબ દવાના ઉપયોગથી કોરોનાના ૭૪ ટકા દર્દીઓની સ્થિતિમાં સુધારો : રિસર્ચ

સંધિવાના દર્દીઓની સારવારમાં વપરાતી ટોલિસિઝુમેબ દવાનો કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવારમાં ઉપયોગ થઈ રહ્યો છે. દર્દીમાં જ્યારે શરીરની ઈમ્યુન સિસ્ટમમાં બળતરાના સંકેતો દેખાય ત્યારે આ રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાનો ઉપયોગ કરાય છે.
પરંતુ દવા કોરોનાના દર્દી પર કેટલી અસરકારક છે ? ગુજરાતમાં આ દવાનો ઉપયોગ પર થયેલા અભ્યાસમાં દવાના ઉપયોગ બાદ અસરકારકતાની કેટલીક બાબતો સામે આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, દવાથી ૨૫ ટકા દર્દીઓના જીવ બચાવી શકાયા છે અને ૭૪ ટકા દર્દીઓની સ્થિતિમાં સુધારો થયો છે.

આ અભ્યાસને ‘સેફ્ટી એન્ડ ઈફિસિયન્સી ઓફ ટોસિલિઝુમેબ ઈન ધ ટ્રિટમેન્ટ ઓફ સેવેર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ-૨ ન્યૂમોનિયા ઃ અ રિસ્ટ્રોસ્પેક્ટિવ કોહોર્ટ સ્ટડી’ શીષર્ક હેઠળ ઈન્ડિયન મેડિકલ જર્નલ ઓફ મેડિકલ બાયોલોજીના લેટેસ્ટ એડિશનમાં પબ્લીશ કરાયો હતો. આ રિસર્ચ ટીમમાં રાજ્યની કોવિડ-૧૯ કમિટીના સભ્ય ડો. અતુલ પટેલ અને ડો. તુષાર પટેલે ઉપરાંત દેશના ૬ એક્સપર્ટ અને અમેરિકાનું પણ યોગદાન છે.

આ રિસર્ચ પેપરના નિષ્કર્ષમાં લખાયું છે કે, દર્દીમાં જીછઇજી ર્ઝ્રફ-૨ ન્યૂમોનિયાથી તાવ, હાઈપોક્સિઆ, ઝ્રઇઁ અને ડ્ઢ-ડ્ઢૈદ્બીનિી સ્થિતિમાં સમયપર ટોસિલિઝુમેબનો ઉપયોગ જીવન બચાવી શકે છે. રિસર્ચમાં જણાવાયું છે કે, ૨૦ દર્દીઓ જેમને ટોસિલિઝુમેબ દવા અપાઈ હતી, તેમાંથી ૧૦ને ડાયાબિટિસ અને ૧૦ને હાઈપરટેન્શન તથા હાર્ટની સમસ્યા હતી. દર્દીઓની ઉંમર ૪૭થી ૬૩ વર્ષની વચ્ચે હતી. હોસ્પિટલમાં એડમિટ થતા સમયે ૧૭ દર્દીઓને તાવ હતો, ૧૨ને કફ અને ૧૦ને શ્વાસ લેવામાં તકલીફ હતી. જ્યારે બેને ઝાડા, ગળામાં દુઃખાવો અને સ્વાદ તથા સુગંધ નહોતી આવતી. આ ૨૦ દર્દીઓમાંથી ૭ને વેન્ટીલેટરની જરૂર નહોતી પડી.

બ્લડ ટેસ્ટ બ્લડ કોટની ઉપસ્થિતિને દર્શાવે છે. જ્યારે રિએક્ટિવ પ્રોટિન છે જે બળતરાના કારણે લિવરમાં ઉત્પન્ન થાય છે. આ અભ્યાસ શહેરના એક પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા ૨૦ એપ્રિલથી ૨૧ મે વચ્ચે એડમિટ થયેલા ૬૫ દર્દીઓ પર હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૦ દર્દીઓને ટોસિલિઝુમેબ દવાની જરૂર પડી હતી.

કેવી રીતે ડોક્ટર્સને આ દવાનો ઉપયોગ કરવાનો ખ્યાલ આવ્યો? તેના પર એક્સપર્ટ કહે છે, આ નિર્ણય ત્રણ બાબતોના આધારે લેવામાં આવે છે. જાે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૪ ટકાથી નીચે હોય, જાે ઝ્રઇઁ સામાન્ય કરતા ૧૦ ગણું વધુ હોય અથવા ૨૪ કલાકમાં ડબલ થઈ જાય અને જાે લોહીમાં  પ્રત્યેક મિલિમિટરે ૨૫૦૦ નેનોગ્રામથી વધારે હોય તો આવી સ્થિતિમાં ડોક્ટર ટોસિલિઝુમેબનો ઉપયોગ કરે છે.

આ ત્રણ લક્ષણો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવી અને વધુ તાવ હોવાના કિસ્સામાં પણ તેનો ઉપયોગ કરાય છે. રિસર્ચમાં કહેવાયું છે કે, ઈન્જેક્શનના ઉપયોગ બાદ ઉપરના તમામ લક્ષણોમાં સુધારો જાેવા મળે છે અને તે સીટિ સ્કેનમાં પણ જાેઈ શકાય છે. મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓમાં સમયસર આ દવાના ઉપયોગથી વેન્ટીલેટર,  દાખલ કરવાના ચાન્સ ઘટે છે અને મૃત્યુદરને ઘટાડી શકાય છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.