ખેડબ્રહ્મા સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ અને બ્લોક ઓફિસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી અને સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ કેમ્પમાં આરોગ્ય, શિક્ષણ, તાલુકા પંચાયત કચેરી, તલાટીઓ, મામલતદાર કચેરી અને પ્રાંત ઓફીસ સહિતની શાખાઓના કર્મચારીઓ અને અન્ય લોકો મળી કુલ ૫૧ જેટલા રકતદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉપરાંત સદર કેમ્પ માં તાલુકા હેલ્થ ઓફિસર આર.ડી. ગોસ્વામી તથા સ્ટાફ, તાલુકા ડીસ્ટ્રીક હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. હિતેશ બ્રહ્મભટ્ટ, આરએમઓ ડો. આર. ડી પરીખ અને સ્ટાફ તથા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નેતાભાઈ સોલંકી વિગેરે હાજર રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા