Western Times News

Gujarati News

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય માટે હળવદના તમામ શ્રાવણી લોક મેળાઓ બંધ

શિવાલયોમા પણ સામાજીક અંતર સહીતની તકેદારીઓ રાખવા નિર્દેશ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કોરોના સંક્રમણના ભયના ઓથાર વચ્ચે,શ્રાવણ માસમા આવતા તહેવારો અને લોક મેળાઓને અનુલક્ષી હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને દરેક વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો-વેપારી આગેવાનોની ઉપસ્થીતીમા એક મિટીંગ મળી હતી,જેમા આગામી સમયમા આવતા તમામ લોક મેળાઓ બંધ રાખવાના નિર્ણય સાથે તમામ શિવાલયોમા પણ પુજા-પાઠ દરમ્યાન સામાજીક અંતર રાખી ભીડ ન થાય તેમજ સેનેટાઈઝર જેવી સુવિધા સાથે ધર્મ-ભકિત કાર્ય સંપન્ન થાય તે અંગે ચર્ચા કરી કોરોના સંક્રમણને ખાળવા જરૂરી સુચનો-નિર્દેશ કરવામા આવેલ હતા.

હળવદના સ્થાપના કાળથી હળવદમા બ્રાહ્મણોની વિશેષ વસ્તી અને વર્ચસ્વને લીધે શહેરમા અસંખ્ય શિવાલયો આવેલા છે.જેમા દરેક સમાજના લોકો શ્રાવણ માસ દરમ્યાન પોતાની શ્રધ્ધા-ભકિત મુજબ વિશીષ્ટ રીતે પુજા-અર્ચન કરતા હોય છે તેમજ શ્રાવણી પુનમે રક્ષા બંધનનો મેળો સાંમતસર તળાવના કાંઠે શરણેશ્વર મહાદેવના સાંનિધ્યમા,સાતમથી દશમનો ચાર દિવસનો મેળો ભવાની-ભુતેશ્વરના સાનિધ્યમા તેમજ અમાસના રોજ વૈજનાથ મહાદેવના સાંનિધ્યમા ભરાતા લોકમેળાઓનુ મહત્વ રહયુ છે.જેમા હજારો લોકો આ મેળાની મોજ માણતા હોય છે.ત્યારે,હાલની કોરોના સંક્રમણની ભયાનક પરીસ્થીતીને અનુલક્ષી આ બેઠક રાખી ઉપરોકત નિર્ણયો લેવામા આવેલ હતા (તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.