મલેશિયાનાં પુર્વ વડા પ્રધાન નજીબ રજ્જાકને 12 વર્ષનાં કારાવાસની સજા
કુઆલાલુમ્પુર, મલેશિયાની એક અદાલતે પુર્વ વડા પ્રધાન નજીબ રજ્જાકને સરકારી તિજોરીમાંથી અબજો ડોલરની તફડંચી કરવાનાં કેસમાં કોર્ટે મંગળવારે દોષિત ઠરાવ્યા અને 12 વર્ષનાં સખત કેદની સજા ફટકારી છે. ચુકાદો સાંભળતી વખતે રજ્જાકનો ચહેરો શાંત હતો અને ચહેરા પર કોઇ ભાવ નજર આવતા ન હતાં, તે મલેશિયાનાં પહેલા એવા નેતા છે જેમને દોષિત ઠરાવવામાં આવ્યા છે. તેમણે ચુકાદાને પડકારવાની વાત કહી છે, મહાતિરે ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મિરને લઇને ભારત વિરૂધ્ધ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું, ત્યાર બાદ તેમને પોતાના જ દેશમાં રાજકીય પાર્ટીઓની આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
રજ્જાકને ઘણા વર્ષોની સજા થઇ શકે છે, આ ચુકાદો નવાં સત્તારૂઢ ગઠબંધનની સરકારમાં નજીબની મલય પાર્ટીનાં મોટાં સહયોગીનાં રૂપમાં સામેલ થવાનાં પાંચ મહિના બાદ આવ્યો છે. અબજો ડોલરનાં કૌભાંડને લઇને જનતાનાં ગુસ્સાનું કારણ 2018માં નજીબની પાર્ટીને સત્તાથી બહાર થવું પડ્યું હતું, આ ચુકાદો નજીબની વિરૂધ્ધ ભ્રષ્ટાચારનાં પાંચ ચુકાદામાંથી એક આવ્યો છે. નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે આ ચુકાદો નજીબનાં અન્ય ચુકાદા પર અસર પાડશે, અને ઉદ્યોગપતિઓમાં પણ એ સંકેત જશે કે મલેશિયાનાં કાયદા તંત્રમાં આંતરરાષ્ટ્રિય ગુનાઓને સામનો કરવાની તાકાત છે. ન્યાયાધીશ મોહમ્મદ નજલાન ગઝાલીએ બે કલાક સુધી પોતાનાં ચુકાદાને વાંચ્યા બાદ કહ્યું, હું આરોપીઓને દોષિત જોઉ છું, અને તમામ સાત આરોપોમાં દોષિત ઠરાવું છું, અદાલતની બહાર હાજર નજીબનાં સમર્થકો આ ચુકાદા અંગે જાણ્યા બાદ રડવા લાગ્યા હતાં.