Western Times News

Gujarati News

સંજેલી તાલુકામાં ચોમાસાનો પાક નિષ્ફળ જતાં અછત જાહેર કરવાની માંગને લઇ કોંગી દ્વારા આવેદનપત્ર

ગરીબ અને મધ્યમવર્ગને રોજગારી પૂરી પાડવા ઓગસ્ટ માસ થી અછતના કામો શરૂ કરવા.

પ્રતિનિધિ સંજેલી:ફારૂક પટેલ  વરસાદ ખેંચાતા સુકાઇ રહેલા મકાઇ સોયાબીન ડાંગર સહિતના ધાન્ય પાકો સૂર્યનારાયણની અસહ્યગરમી અને બફારામા ચીમળાવવા લાગતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. મેઘરાજાએ વિરામ લેતાં સંજેલી તાલુકાને અછત જાહેર કરી પાણી આરોગ્ય રોજગારી સહિતના ત્રણ મુદ્દાની માંગને લઇ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

સંજેલી તાલુકામાં મોટાભાગના ગામોમાં ડાંગર સોયાબીન અને મકાઈ નો પાક ચોમાસામાં દર વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.ખેડૂત પરિવારોને આર્થિક સ્થિતિ જાળવી રાખવામાં આ ખેતીમાંથી થતી આવક મહત્વની રહી છે.ટૂંકા દિવસો માં તૈયાર થનારો પાક હાલમાં પાણી વિના સુકાવવા લાગ્યો છે.છેલ્લા પાંચ મહિનાથી મહામારીને પગલે ધંધા ઉદ્યોગ રોજગારી બંધ છે.જેથી ગરીબ અને મધ્યમ વર્ગ માટે આજીવિકા બંધ હોવાને કારણે આટલો લાંબો સમય નિર્વાહ કરવાનું કપરું બન્યું છે.

પ્રજા જનો પાસે જે કાંઇ આછી પાતળી બચત તે પણ સંપૂર્ણ પણે ખર્ચાઈ ગઈ છે.હાલ મહામારીને કારણે   આજીવિકા રોજગારી માટે બહાર ગામ જઈ શકતા નથી.તેમજ લાંબા સમયથી વરસાદ ન થવાથી અસહ્ય તાપ અને બફારામાં ઊભો પાક ચીમલા વા લાગતા મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને હાલત કફોડી બની છે ત્યારે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામસીગભાઇ ગભાભાઇ ચરપોટ વિરોધ પક્ષના નેતા રણછોડ ભાઇ પલાશ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોની આગેવાની હેઠળ સંજેલી તાલુકામાં અનિયમિત વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હોવાથી તાલુકાને અછત જાહેર કરી.

ગરીબ અને મધ્યમ વર્ગને રોજગારીની વ્યવસ્થા કરી આપવા ઓગસ્ટ માસથી અછતના કામો શરૂ કરવા.ચોખ્ખુ પીવાનું પાણી પૂરું પાડવા .કોરોના મહામારી ને પગલે આરોગ્ય વિષયક સુવિધાઓ પરિપૂર્ણ કરવા સહિતની માંગણીને લઈને જિલ્લા કલેકટરને સંબોધીને સંજેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.