Western Times News

Gujarati News

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમણનો ધડાકો એક સાથે ૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદના રહીશ અને ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવતા ઈસને પણ કોરોના પોઝિટિવ આવ્યો.

ગોવાલી ગામે ૩ તથા ૧ સીતારામ પેપરમીલ મળી કુલ ગોવાલી પીએચસીના ૪,ભાલોદ ગામે ૧ તથા ઉમલ્લા પોલીસ મથકે હસ્તગત કરાયેલા ૨ આરોપીઓ પૈકી વલા ગામનો ૧ તથા ધોલેરાનો ૧ મળી કુલ ૭ કોરોના પોઝિટિવ આવતા તાલુકાભરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકામાં મંગળવાર ના રોજ કોરોના સંક્રમણનો ધડાકો થવા પામ્યો છે.તાલુકાના અલગ-અલગ પીએસસીમાં મળી કુલ ૭ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.આ ઉપરાંત ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીના અમદાવાદના રહીશ એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે.એક સાથે ૭ જેટલા કોરોના પોઝિટિવ કેસ મળી આવતા તાલુકાભરમાં તેનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઝઘડિયા તાલુકામાં આજરોજ એક સાથે ૭ કોરોના પોઝિટિવ કેસ આવતા તાલુકાભરમાં તેની ગંભીર અસર જોવા મળી રહી છે.લોકડાઉન બાદ અનલોક ૧ અને ૨ માં જે પ્રમાણે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે જે ખરેખર ચિંતાજનક છે. ઝઘડિયા તાલુકાના ગ્રામીણ ક્ષેત્રોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે.તાલુકાના રાજપારડી, ઝઘડિયા,વણાકપોર,પીપોદરા,ફીચવાડા,અવિધા, બલેશ્વર,રાણીપુરા,દુમાલા બોરીદ્રા,ફૂલવાડી ગામે મળી કુલ અત્યાર સુધી ૨૪ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.જે મંગળવારે નવા આવેલા ૭ કોરોના પોઝિટિવ કેસ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩૧ પર પહોંચી છેજે મોટું ચિંતાનું કારણ છે.સાત કોરોના પોઝિટિવ કેસમાં ગોવાલી ગામના ચાર કેસો પોઝીટીવ છે,

જેમાં (૧) રોહન સતિષભાઈ પટેલ ઉ.વ ૨૮, (૨) ભારતીબેન સતિષભાઈ પટેલ ઉ.વ ૫૨ (૩) બીપીનભાઈ છીતાભાઈ પટેલ ઉ.વ ૬૨ ત્રણે રહેવાસી ગોવાલી, (૪) અખિલેશ ખુશબહાર ઉ.વ ૨૨ સીતારામ પેપરમીલ. ઉમલ્લા પોલીસ મથકે હસ્તગત કરાયેલા બે આરોપી પૈકી (૫) રાહુલ રમેશભાઈ બારીયા રહે.  રાહતલાવ, ધોલેરા, અમદાવાદ જે સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપી તરીકે હસ્તગત કર્યો છે. (૬) છત્રસિંહ જયસિંહ વસાવા તા.ઝઘડિયા જેને ઉમલ્લા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં હસ્તગત કર્યો હતો. ભાલોદ ગામના (૭) અનિલ અરવિંદભાઈ માછી ઉ.વ ૨૪ રહે. ભાલોદ જે ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવે છે.

આમ તાલુકાના અલગ-અલગ પીએચસી વિસ્તારોમાં કુલ ૭ કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો મળી આવતા ફફડાટ ફેલાયો છે.આ ઉપરાંત ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાં ફરજ બજાવતા અભિષેક જૈન રહેવાસી અમદાવાદને પણ કોરોના પોઝિટિવ આવતા તેને તેના વતન અમદાવાદ મોકલી આપવામાં આવ્યો છે.આ સાથે ઝઘડીયા જીઆઈડીસીની કરલોન કંપનીમાંથી ૨ કોરોના સંક્રમિત પોઝિટિવ કેસો મળી આવતા કંપની સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે.કોરોના પોઝિટિવ આવેલા ગોવાલી પીએચસી,ભાલોદ પીએચસી દ્વારા કોરોના પોઝિટિવ આવેલા પરિવારના સભ્યોને કવોરેંટાઇન કરી તેની આજુબાજુના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથધરી છે તથા આરોગ્ય તપાસણી તેમજ કન્ટેનમેન્ટ એરિયાના રહીશોને જરૂરી સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકો કોરોના સંક્રમિતનો ઢાંકપિછોડો કરી રહ્યા છે : ઝઘડીયા જીઆઈડીસીમાં ૮૦ થી વધુ નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓ કાર્યરત છે. આ કંપનીઓમાં પરપ્રાંતીઓ સહિત સુરત,વડોદરા તેમજ સ્થાનિક જિલ્લા માંથી હજારો કર્મચારીઓ,કામદારો,લેબરો આવે છે.કોરોનાની મહામારી દરમ્યાન દરેક કંપનીને જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે કંપનીમાં ફરજ પર આવતા દરેક કર્મચારી, કામદાર, લેબરનો નિયમિત આરોગ્ય તપાસ કરવી અને શંકાસ્પદ લાગેતો નજીકના પીએચસીમાં તેની જાણ કરવી

જેથી પીએચસી દ્વારા જે તે તાલુકા જિલ્લાના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય.પરંતુ પોતાના ઉદ્યોગનુ નામ બગડવાના કારણે ઉદ્યોગ સંચાલકો શંકાસ્પદ લોકોને તેમના ઘરે મોકલી દઈ નજીકના પીએસસીને જાણ કરતા નથી જેથી તેની ગંભીરતા અન્ય કર્મચારી,કામદાર, લેબર તથા ઉદ્યોગ લેતા નથી જે એક ગંભીર બાબત કોરોના મહામારીની ગણી શકાય.

ત્યારે ભરૂચ જીલ્લા ઉદ્યોગ દ્વારા જીલ્લા બહાર સુરત અને વડોદરા સહિત રાજ્ય બહાર થી આવતા કામદારો ને અપડાઉન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર તારીખ ૪ થી જુલાઈ ના રોજ કંપની એસોસિએશન ના પ્રમુખો ને મોકલવામાં આવ્યો હતો. તેમ છતાં જીલ્લા ની કેટલીક કંપનીઓ માં સુરત અને વડોદરાથી કામદારો અપડાઉન કરી રહ્યા છે.તેમ છતાં તેઓ સામે જીલ્લા ઉદ્યોગ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કોરોના નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.