ફ્રાંસથી આવેલા રાફેલથી ચીન ડર્યુ, સેના હટાવવા તૈયાર
(પ્રતિનિધી) નવી દિલ્હી વિશ્વમાં સૌથી ઘાતક ગણાતા ફ્રાંસના ફાયર વિમાનોનું આજે ભારતમાં આગમન થઈ રહ્યું છે. રફાલ વિમાનો હાલની પેઢીના અત્યંત આધુનિક વિમાન છે. તે મિસાઈલ્સની રેન્જમાં આવતાં નથી તથા રડાર સહિતની સિસ્ટમને જામ કરી દે છે અને દુશ્મનોની છાવણીમાં ઘૂસીને મિસાઈલોથી કચ્ચરધાણ વાળી દે છે. ભારતીય વાયુદળ વિશ્વમાં સક્ષમ ગણાય છે.
કારગીલ યુદ્ધના સમયે ૧૮૦૦ ફૂટની ઊંચાઈએ ઉડાણ ભરીને પાકિસ્તાનની સેનાનો સફાયો બોલાવ્યો ત્યારે વિશ્વભરની મહાસભાઓ અચંબામાં પડી ગઈ હતી. જે તે સમયે મીગ અને મિરાજનો ઉપયોગ કરાયો હતો. હવે ભારત પાસે પાંચ વિમાનો આવી રહ્યા છે. ભારતે ફ્રાંસ પાસેથી ૩૬ વિમાનો ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. તેમાંથી પાંચ રાફેલ ફાયટર આજે આવી પહોંચશે.
રફાલ વિમાનો ભારત પાસે આવે તો વાયુદળની તાકાત પ્રચંડ થઈ જશે. હાલમાં પાંચ વિમાનો આવતાં જ ચીન-પાકિસ્તાન ફફડી ઊઠ્યું છે. પેંગોગમાં અત્યાર સુધી ચીન સેના હટાવવા તૈયાર નહતું. પરંતુ રફાલના આગમન સાથે જ ચીની સેના પાછળ હટવા તૈયાર થઈ છે એટલું જ નહિં પેંગોંગ સહિતના મામલે બેઠક યોજવા હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.
તેણે સામેથી ભારત સાથે બેઠક યોજવા તત્પરતા બતાવી છે. જાેકે, ભારત ચીનથી સાવચેત છે. હવે ખૂબ જ વિચારપૂર્વક આગળ વધી રહ્યું છે. ચીન ગમે ત્યારે વિશ્વાસઘાત કરે તેમ હોવાથી ભારત તરફથી કોઈ પ્રત્યુત્તર અપાયો નથી. ચીન જ નહીં રાફેલના આગમનથી પાકિસ્તાન ટેન્શનમાં આવી ગયું છે. પાકિસ્તાની વાયુદળના વડાએ વડાપ્રધાન સહિતના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
પાકિસ્તાનને એલઓસી પર ભારતની કાર્યવાહીનો ડર લાગ્યો છે. અહિંયા એ સ્પષ્ટ સમજી લેવું જાેઈએ કે ચીન-પાકિસ્તાન પાસે વાયુદળના ફાયટર વિમમાનો નથી એવું નથી. દુશ્મન દેશો પાસે અમેરિકાની બનાવટના એફ-૧૬, જે.એફ.-૧૭ સહિતના વિમાનો છે. પરંતુ રાફેલ અને સુખોઈ અત્યંત આધુનિક વિમાનો છે. એમાં રાફેલનો નવી પેઢીના અત્યાધુનિક વિમાનો છે તે ભારતનો પ્લસ પોઈન્ટ છે. ભારત પાસેના તમામ ફાયટર વિમાનો કે જેમાં મીગ શ્રેણીના છે તેમને અપગ્રેડેશન કરાયા છે. જ્યારે સ્વદેશી બનાવટના “તેજસ” ફાયટર ઘાતક વિમાનોનો જખીરો છે.