રાફેલ જેટનું સુરક્ષિત લેન્ડિગ, ભારતીય આર્મીમાં નવા યુગની શરૂઆત: રાજનાથ સિંહ
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાનો લાંબો ઈંતેજાર આજે ખતમ થયો છે. ઘણાં લાંબા સમયથી રાફેલ ફાઈટર પ્લેનની રાહ જાેવાઈ રહી હતી અંતે આજે ડિલિવરી ભારતને મળી ગઈ છે. ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે ટિ્વટ કરીને જ્ણાવ્યું છે કે, ફ્રાંસમાંથી આવેલા પ્રથમ પાંચ રાફેલ વિમાન અંબાલા એરબેઝ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયા છે. બડર્સ અંબાલા ખાતે સુરક્ષિત થઈ ગયા છે. રાફેલના ભારતમાં લેન્ડિંગ સાથે જ ભારતીય આર્મીના નવા યુગની શરૂઆત થઈ ગઈ છે. આ એરક્રાફ્ટ આવતા ઈન્ડિયન એરફોર્સની ક્ષમતામાં વધારો થશે.