પ્રિયંકા ગાંધીએ લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કર્યાેઃ ગુરુગ્રામ શિફ્ટ થશે
નવી દિલ્હી, કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર તરફથી ફાળવાયેલા સરકારી બંગલાને અંતે ખાલી કરી દીધો છે. એસપીજી સુરક્ષા હટ્યા બાદ તેમને લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. મળતી જાણકારી મુજબ, હવે તેમનું નવું નિવાસસ્થાન ગુરુગ્રામમાં હશે. મળતી માહિતી મુજબ, તેઓએ ગુરુગ્રામના સાથી પોશ વિસ્તારમાં ફ્લેટ ખરીદ્યો છે. આ પહેલાં તેઓ લખનઉમાં શિફ્ટ થવાની અટકળો ચાલી રહી હતી. પ્રિયંકા ગાંધીની સુરક્ષા હટ્યા બાદ તેમને લોધી એસ્ટેટ સ્થિત સરકારી બંગલો ખાલી કરવાનો હતો, જેની સમય મર્યાદામાં ૩૧ જુલાઈ સુધી હતી. હવે પ્રિયંકા ગાંધીનું નવું સરનામું ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ સ્થિત આરાલિયા સોસાયટીનું હશે. આભાર – નિહારીકા રવિયા