સુશાંત આત્મહત્યા કેસઃ સીબીઆઈ તપાસની માંગણી સુપ્રીમે ફગાવી દીધી
નવી દિલ્હી, સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસને લઈને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જાેકે સુપ્રીમ કોર્ટે સુશાંતના મોતની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરતી એક પિટિશન ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પોલીસને તેનું કામ કરવા દો. પિટિશ કરનાર અલખ પ્રિયાને આ મામલા સાથે કોઈ લેવા દેવા નથી. તમારે જાે પિટિશન કરવી હોય તો બોમ્બે હાઈકોર્ટમાં જઈ શકો છો.
દરમિયાન બિહાર પોલીસે સુશાંત સિંહના પિતાએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે નોંધાવેલી ફરિયાદની તપાસ શરૂ કરી છે. જેના ભાગરૂપે પોલીસે સુશાંતની બહેન મીતુ સિંહ અને તેના દોસ્ત મહેશ શેટ્ટીના નિવેદન પણ નોંધ્યા છે.
બિહાર પોલીસ સુશાંતના બેન્ક એકાઉન્ટની ડિટેલ પણ ચેક કરવાની છે. સુશાંતની માનસિક સારવાર કરનારા ડોક્ટરોની પણ પોલીસ પૂછપરછ કરવાની છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પણ કહ્યું છે કે, સુશાંતના કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ તેની તપાસ કરવા માટે સક્ષમ છે.