Western Times News

Gujarati News

ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરણની કોઈ ચિંતા નથી: ટ્રમ્પ

વોશિંગ્ટન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પ્રદુષણના મુદ્દે ચીનની સાથે સાથે ભારતની પણ ટીકા કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની સમસ્યા પર કાબૂ મેળવવા માટે થયેલું પેરિસ એગ્રિમેન્ટ એક તરફી હતું અને એટલે જ અમેરિકાએ તેમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યાે હતો. કારણ કે ભારત, ચીન અને રશિયાને પોતાના પર્યાવરમની ચિંતા નથી પણ અમેરિકા પોતાના દેશની હવાની પરવા કરે છે. ૨૦૧૭માં થયેલા પેરિસ એગ્રીમેન્ટમાં સામેલ થવાનો ટ્રમ્પે ઈનકાર કરી દીધો હતો. આ કરારમાં પર્યાવરણ માટે હાનિકારક ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન ઓછું થાય તે માટે પગલાં ભરવા પર ભાર મુક્યો હતો. કરારના ભાગરુપે ભારત જેવા વિકાસશીલ દેશોને તેમાં થોડી રાહત આપવાની વાત હતી.

 

આ મુદ્દે ટ્રમ્પે ફરી કહ્યું છે કે, આ કરાર પર અમેરિકાએ સહીઓ કરી હોત તો અમેરિકાની અગણિત નોકરીઓ અને ફેક્ટરીઓ ચીન અને તેના જેવા બીજા પ્રદુષણ ફેલાવતા દેશો પાસે જતી રહી હતી. ચીન પોતે તો પોતાના પર્યાવરણની ચિંતા કરતું નથી, ભારત પણ કરતું નથી અને નથી રશિયા કરતું. હું જ્યાં સસુધી અમેરિકાનો રાષ્ટ્રપતિ છું ત્યાં સુધી અમેરિકા ફર્સ્ટની નીતિ લાગુ રહેશે. ઘણા વર્ષાે સુધી આપણે બીજા દેશોને પ્રાથમિકતા આપતા રહ્યા છે પણ હવે આપણો દેશ આપણી પ્રાથમિકતા છે. પેરિસ કરારથી અમેરિકાને અબજાે ડોલરનો ફટકો પડ્યો હોત, અમેરિકા વૈશ્વિક સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ જાત. મારી સરકારે ઓબામા પ્રશાસનના આ કરાર પર સહી કરવાના નિર્ણયને ફગાવી દીધો હતો. આ કરાર પર સહી નહીં કરવાના કારણે ૭૦ વર્ષમાં પહેલી વખત અમેરિકા ઉર્જાની નિકાસ કરનાર દેશ બન્યો છે. આજે અમેરિકા ઓઈલ અને ગેસના ઉત્પાદનમાં નંબર વન છે.

આ પહેલાં પણ ભારત અને ચીન પર નિશાન સાધીને ટ્રમ્પ કહી ચુક્યા છે કે, ભરાત અને ચીન જેવા દેશ પોતાના દેશમાં પ્રદૂષણને ઘટાડવા કશું કરી રહ્યા નથી. તેઓ પોતાનો ક્ચરો સમુદ્રમાં વહાવી દે છે અને તે વહીને અમેરિકા સુધી આવતો હોય છે. પણ તેના પર કોઈ વાત નથી કરતું. બસ બધા અમેરિકા માટે કહે છે કે, અમારે વધારે પ્લાનના ઉડાવવા જાેઈએ અને બીજા નિયંત્રણો મુકવા જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.