અરવલ્લી પોલીસે “ગાર્ડ ઓફ ઓનર” સાથે એસ.પી મયુર પાટીલને વિદાય
નવનિયુક્ત એસ.પી. સંજય ખરાટને ઉષ્માભેર આવકાર
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: ૨ ઓગષ્ટના રાત્રીએ ૭૪ આઈપીએસ અધિકારીઓની બદલી સાથે ગુજરાત કેડરના ૨૦૦૬ બેચના ૧૨ એસપી રેન્કના અધિકારીઓને ડીઆઈજી માં બઢતી અપાઈ હતી જેમાં અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલની બદલી ગાંધીધામ કચ્છ (ઇસ્ટ) પોલીસ અધિક્ષક કરવામાં આવી હતી અરવલ્લી જીલ્લા પોલીસવડા તરીકે વડોદરા ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવતા સંજય ખરાટ ની નિમણુંક કરવમાં આવી છે
મંગળવારે અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લા પોલીસવડાનો ચાર્જ નવનિયુકત એસપી સંજય ખરાટને સુપ્રત કર્યો હતો અરવલ્લી જીલ્લા પોલીસે એસપી મયુર પાટીલને “ગાર્ડ ઓફ ઓનર” સાથે વિદાય આપવામાં આવી હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાટને “ગાર્ડ ઓફ ઓનર” સાથે ઉષ્માભેર આવકાર આપ્યો હતો એસપી મયુર પાટીલ અને પોલીસના ઉષ્માભેર આવકાર સાથે એસપી સંજય ખરાટે ચાર્જ સંભાળી લીધો હતો
જીલ્લા પોલીસવડા મયુર પાટીલને વિદાય આપવા અને નવનિયુક્ત એસપી સંજય ખરાટ ને આવકારવા અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ,અધિકારીઓ અને પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત પોલીસવડા સંજય ખરાટને જીલ્લાના રાજકારણીઓ અને અગ્રણીઓએ સોશ્યલ મીડિયામાં શુભેચ્છા પાઠવી હતી.