તેંડૂલકરે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૧૨૫૦ પરિવારોને મદદ કરી
પૂર્વ ક્રિકેટરે કોરોના કારણે કમાવવા બહાર ન નિકળી શકતા પરિવારોને જીવનજરુરી ચીજવસ્તુઓની કીટ આપી
મુંબઈ, દિગ્ગજ ભારતીય બેટ્સમેન અને ‘ગોડ ઑફ ક્રિકેટ’ સચિન તેંડુલકર જરૂરિયામંદ લોકોની અવારનવાર મદદ કરતો રહે છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન પણ તેણે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોની મદદ કરી. લાૅકડાઉનમાં ઘણા ગરીબ પરિવારો, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવન-જાવન પર લાગેલા પ્રતિબંધોને કારણે પરિવારોમાં એકમાત્ર કમાનારા વ્યક્તિ પોતાના કામ માટે એકથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. બાન્દ્રા ઈસ્ટમાં એક દ્ગય્ર્ં સેન્ટર ફાૅર ધ સ્ટડી ઑફ સોશિયલ ચેન્જએ એ સુનિશ્ચિત કરવામાં કોઈ કસર નથી છોડી કે, ત્યાં ૧૨૫૦ પરિવારના ૬૩૦૦ લોકોમાંથી કોઈ ભૂખ્યું રહે.
આ દરમિયાન સચિન મદદ માટે આગળ આવ્યો અને તેના તરફથી પરિવારોને બાૅક્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. દરેક બાૅક્સમાં ચોખા, ઘઉંનો લોટ, અડદની દાળ, ખાંડ, ચાનો પાઉડર, મસાલા, મીઠું, નહાવા અને ધોવાના સાબુ આપવામાં આવ્યા. સીએસએસસી ટીમના અધ્યક્ષ એસઆઈ ભોજરાજે કહ્યું કે, ‘દહાડી મજૂરો, ઘરેલૂ સહાયકો, ફેરીવાળા અને અન્ય જરૂરિયામંદ વ્યક્તિઓના પરિવારો માટે આ પહેલ કરવામાં આવી હતી. તેઓ કોઈ વેતન વિના નોકરીઓથી બહાર હતા અને આ તણાવપૂર્ણ સ્થિતિમાં તેમને છોડવા નહોતા. અમે સચિન સહિત તે તમામ વ્યક્તિઓનો આભાર માનવા માગીએ છીએ જેમણે વંચિતો અને જરૂરિયાત મંદ પરિવારને ઉદારતાથી દાન આપ્યું.