પ્રાંતિજ ખાતે જિલ્લા કક્ષાનો ૭૧ મો વન મહોત્સવ યોજાયો

પ્રાંતિજ ના શ્રી ઉમાધામ મંદિર ખાતે યોજાયો –ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ના ચેરમેન બળવંત સિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના શ્રી ઉમાધામ ખાતે ૭૧ મો જિલ્લા કક્ષા નો વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી ઉમાધામ ખાતે આયુર્વેદિક અને ફળફળાદી ના વુક્ષો સહિત પર્યાવરણ ને ઉપયોગી વુક્ષો નું વુક્ષા રોપણ કરવામાં આવ્યું હતું . પ્રાંતિજ રેલ્વે સ્ટેશન જીઇબી ની પાછળ આવેલ શ્રી ઉમાધામ મંદિર ખાતે ૭૧ મો જિલ્લા કક્ષા નો વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ ના ચેરમેન બળવંત સિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો
જેમાં ગુજરાત રાજય બિન અનામત ના આયોગના રશ્મિભાઇ પંડયા , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ , જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.રાજેન્દ્ર પટેલ , નાયબ વન સંરક્ષક સાબરકાંઠા વન વિભાગ ના વાય.એ.દેસાઇ , નાયબ વન સંરક્ષક સાબરકાંઠા વનીકરણ અરવિંદ ભાઇ ગઢવી , પ્રાંતિજ-તલોદના પ્રાન્ત અધિકારી સોનલ બા પઢેરીયા , તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ , પ્રાંતિજ આરેફો અતુલભાઇ પ્રજાપતિ , જી.વી.દેસાઇ , સરવૈયાભાઇ સહિત વન વિભાગ ની ટીમ ઉપસ્થિત રહી હતી
તો વુક્ષા રોપણ કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહેમાનોનું તુલસી ના છોડ નો કયારો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે વુક્ષો ની વાવણી કરવા પર્યાવરણ ને બચાવવા અને વધુ ને વધુ વુક્ષો વાવવા બળવંત સિંહ રાજપૂત દ્વારા ઉપસ્થિત સોવકોઇ ને આહવાન કરવામાં આવ્યું હતું અને વુક્ષો વાવી જનત કરવા ઉછેરવા જણાવ્યુ હતું તો વન વુક્ષો રથ નું પણ લીલીઝંડી આપી ને પ્રસ્થાન કરાવ્યું હતું .