Western Times News

Gujarati News

ખેડબ્રહ્મામાં રામમંદિર શિલાન્યાસ દિને દિવાળી જેવો માહોલ

 ખેડબ્રહ્મા શહેરમાં રામ જન્મભૂમિ શિલાન્યાસ દિન તારીખ 5 ઓગસ્ટ બુધવારના રોજ ઠેરઠેર ઉજવણી કરાઈ. 500 વર્ષથી હિન્દુસ્તાનના લોકો રામમંદિર માટે ઝંખી રહ્યા હતા. કેટલાય રામભક્ત લોકોએ રામ મંદિર બનાવવા માટે બલીદાન આપેલ. કેટલાય રામભક્તોએ જેલવાસ ભોગવ્યો હતાે. કેટલાય લોકોએ પોલીસનો સિતમ સહન કરેલ.

રામચંદ્ર ભગવાન લોકો માટે એક આદર્શ પુરુષ હોઈ તેમના મંદિર માટે સમાજના તમામ લોકોએ જી જાન ના પ્રયત્નો કરેલ. આઝાદી પછી પણ આ પ્રયત્નો ચાલુ રહેલા જ્યારે તાજેતરમાં જ ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા રામમંદિર તરફી ચુકાદો આવતા તેનો જબરજસ્ત જશ્ન મનાવાયો. અને તાજેતરમાં 5-8 2020 ને બુધવારના રોજ ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરનુ ભૂમિપૂજન થતા સમગ્ર દેશમાં તથા અન્ય દેશોમાં પણ રામ ભક્તોએ જશ્ન મનાવ્યો.

ખેડબ્રહ્મા શહેરમાં પણ સરદાર ચોક માં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સુરેશભાઇ પટેલ, હિતેન્દ્રસિહ બાપુ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, બ્રિજેશભાઈ પટેલ, રામભાઈ મુખી, આરએસએસના વિક્રમભાઈ વાઘેલા તથા બાબુભાઈ પરમાર તથા શહેરના નામી અનામી લોકોએ હાજર રહી જયશ્રી રામના ગગનભેદી નારા લગાવી ફટાકડા ફોડી જશ્ન મનાવતા ખેડબ્રહ્મા શહેરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સાંજે ખેડબ્રહ્મા શહેરના સ્ટેશન તથા ગામ વિસ્તારમાં તથા આસપાસના ગામોમાં લોકોએ પોતાના ઘર ઉપર કેસરી ધ્વજ લગાવી માટીના કોડીયા સળગાવી જશ્ન મનાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.