અમિત જૈન ઈન્કમટેક્સના નવા પ્રિન્સિ. ચીફ કમિશનર

અમદાવાદ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓફિસરોની બદલીનો ર્નિણય નાણામંત્રાલય દ્વારા લેવાયો હતો જેમાં ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઇન્કમટેક્સ તરીકે ફરજ બજાવતા અમિત જૈનની દોઢેક મહિના પહેલા જ મુંબઈના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેકસ તરીકે બઢતી સાથે બદલી થઈ હતી.ત્યારે જ ફરી એક વખત બદલીનો ગંજીફો ચીપાયો છે જેમાં અમિતજીને ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે.