Western Times News

Gujarati News

રાજ્યમાં 24 કલાકમાં ૨૬૫૯૧ ટેસ્ટ:  ૧૦૭૪ પોઝીટીવ કેસઃ ૨૨નાં મોત

આજે ૪૮૪૫૭૧ લોકોને ક્વોરેન્ટાઈન કરનામાં આવ્યા અત્યાર સુધી ૫૧૬૯૨ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૬૫૯૧ ટેસ્ટ કરવામાં આવતા ૧૦૭૪ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૬૮ હજારને પાર થઈ ૬૮૮૮૫ થયો છે. રાજ્યમાં ૨૨ મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૬૦૬ થયો છે. રાજ્યમાં આજે ૧૩૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા આંકડો ૫૧ હજારને પાર થઇ કુલ ૫૧૬૯૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો ૧૪૫૮૭ થયો છે. જેમાં ૮૬ વેન્ટીલેટર પર અને ૧૪૫૦૧ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના પોઝીટીવનો આંકડો ચાલુ સપ્તાહમાં ચોથીવાર હજારને પાર થયો છે.

વિશ્વભરમાં કોરોના સંકટ વધ્યું, અત્યાર સુધીમાં ૧.૯૨ કરોડ સંક્રમિત

આરોગ્ય વિભાગની યાદી મુજબ આજે કોવિડ-૧૯ના કારણે ૨૨ દર્દીઓના મોત નોંધાયા છે.જેમાં સુરત જિલ્લામાં અને મહાનગરપાલીકામાં ૫-૫, અમદાવાદ મહાનગરમાં ૩, મોરબી અને વડોદરામાં ૨-૨, અમરેલી, આણંદ, જામનગર મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા અને વલસાડમાં ૧-૧ મોત નોંધાયા છે.અમદાવાદ શહેરમાં આજે ૧૪૨ અને ગ્રામ્યમાં ૧૧ સાથે ૧૫૩ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૨૭૫૮૭ થયો છે. જ્યારે વધુ ૩ મોત સાથે ૧૬૨૫ કુલ મોત અમદાવાદમાં નોંધાયા છે.

સુરત શહેરમાં ૧૮૩ અને જિલ્લામાં ૪૮ સાથે ૨૩૧ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૧૪૭૬૭ થયો છે. આજે વધુ ૧૦ મોત સાથે મોતનો કુલ આંકડો ૪૮૨ થયો છે. વડોદરા શહેરમાં ૮૮ અને જિલ્લામાં ૨૨ સાથે ૧૧૦ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે.આજે વધુ ૨ મોત સાથે મૃત્યુઆંક ૯૩ થયો છે.

રાજકોટ શહેરમાં ૫૮ અને જિલ્લામાં ૩૨ સાથે ૯૦ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે.જ્યારે ૧ મોત સાથે મૃત્યુઆંક ૪૪ થયો છે.ગાંધીનગર મહાનગરપાલીકામાં ૧૦ અને જીલ્લામાં ૧૭ સાથે કુલ ૨૭ કેસ નોંધાયા છે.આ સાથે સંક્રમિતોનો કુલ આંકડો ૧૬૮૦ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૯,૩૦,૩૭૩ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.જેમાં ૪,૮૪,૫૭૧ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.જે પૈકી ૪,૮૩,૨૫૧ વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન છે અને ૧૩૨૦ વ્યક્તિ ફેસીલીટી ક્વોરન્ટાઇન કરેલ છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.