ધોળકાઃ પડોશી યુવકે એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓને પતાવી દીધી
અમદાવાદ: અમદાવાદના ધોળકામાં આવેલા વાસણા કેલીયા ગામમાં એક સાથે એક જ પરિવારના ૩ મહિલાની હત્યા થતા ચકચાર મચી ગઇ અને પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ગામમાં રહેતા એક જ પરિવારના ૩ લોકોની પડોશમાં રહેતા ૩૫ વર્ષના અપરણિત યુવકે હત્યા કરી અને ત્યાંથી ભાગી રહ્યો હતો. ગામમાં અન્ય ૨ મહિલાઓ ઉપર પણ તેને હુમલો કરવાની કોશિશ કરી પરંતુ એક વ્યક્તિએ તેને પકડી પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આરોપીની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે આરોપી યુવકની પડોશમાં રહેતા ૭૫ વર્ષના મહિલા જસી બેન તેમની ૨૭ વર્ષીય પુત્રવધૂ સુમિત્રા બેન અને તેમની ૭ વર્ષની પૌત્રી જિયાને બેહરમી પૂર્વક આરોપીએ ધારધાર વસ્તુથી હુમલો કરી હત્યા કરી નાખી.
આરોપી પોતાના ભાઈ અને માતા સાથે રેહતો હતો અને તેને હત્યા કેમ કરી છે તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ મામલે અમદાવાદ ગ્રામ્યના જॅ વીરેન્દ્ર યાદવનું કેહવું છે કે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને હત્યા પાછળનું કારણ શું છે તે પણ જાણવા કાર્યવાહી કરી રહ્યા છીએ. આ ઘટનામાં પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે અને આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.SM