વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે ફાયર સેફટીના સાધનોનો ડેમો આપવામાં આવ્યો.
સી ટાઈપ ટાવર ૨ ના રહીશો સ્વયં રક્ષણ કરી શકે શકે તે અંગે જાગૃત કરવામાં આવ્યા.
અમદાવાદ, રાજ્ય સરકારના કર્મયોગીઓની સૌથી મોટી વસાહત એટલે મેગા સીટી અમદાવાદમાં આવેલી વસ્ત્રાપુર સરકારી વસાહત.સરકારી વસાહતમાં કુલ ૧૨ ટાવર આવેલા છે જેમાં ૫૦૦ કરતાં વધારે પરિવારો વસવાટ કરે છે. આ પરિવારોની સુરક્ષા અને સલામતીની ખાત્રી આપે છે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો. ટાવરના દરેક ફ્લોર પર ફાયર સેફ્ટીના અધ્યતન સાધનો મુકવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનોનો કોન્ટ્રાક્ટ શ્રી ચિત્રા કોર્પોરેશનને આપવામાં આવેલો છે. જેના માલિક બાબુભાઈ પટેલ જણાવે છે કે અમારી ટીમ આ વસાહતમાં દર મહિને આકસ્મિક ચેકિંગ કરે છે તથા દર ૩ મહિને તમામ સાધનોનું મેન્ટનન્સ ચેકિંગ હાથ ધરવામાં આવે છે જેમાં કોઈ પણ નાનો કે મોટો ફોલ્ટ જણાઈ આવે તો તેનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.
પ્રાથમિક તબક્કામાં આગ પર કેવી રીતે કાબુ મેળવવો અને પોતાનો અને અન્યનો બચાવ કઈ રીતે કરી શકાય તે માટે ફાયર
સેફ્ટીના સાધનો વાપરતા દરેક વ્યક્તિએ શીખવું જરૂરી છે તે અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ટેકનિશીયન શકીલભાઈ બાગબાને ડેમો આપતા જણાવ્યું કે ઈલેક્ટ્રીક વસ્તુથી આગ લાગે અથવા અન્ય કોઈપણ પ્રકારની આગની ઘટના બને ત્યારે ફાયર એકસીન્યૂસર વજનમાં હળવાં હોવાથી ગમે તે વ્યક્તિ દુર્ઘટના સમયે તેને આસાનીથી ઊંચકીને ઉપયોગ કરી શકે છે. જે એક થી દોઢ મિનિટ સુધી ચાલે છે.અને પ્રાથમિક તબક્કાની આગ બુઝાવી શકાય છે.રહેણાક વિસ્તારમાં લાગેલા ફાયર સુરક્ષાના સાધનો પ્રાથમિક તબક્કાની ઘટના સામે સુરક્ષા પ્રદાન કરે છે જેનો ઉપયોગ શીખવાથી મોટી દુર્ઘટના થતી ટાળી શકાય છે અને પોતાનું અને અન્ય લોકોનું રક્ષણ કરી શકાય છે. તે માટે ફાયર સેફ્ટીના સાધનો વાપરતા દરેક વ્યક્તિએ આજના સમયે શીખવું ખૂબ જ જરૂરી છે.ખાસ કરીને દિવસ દરમિયાન ઘરે રહેતા મહિલાઓ અને વડીલોએ સુરક્ષાની ઉપરોક્ત તાલીમ લેવી જ જોઈએ એ પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત આગની હોનારત સર્જાઇ એવી સ્થિતિ ઉદભવે ત્યારે ફાયરબ્રિગેડનો ઇમરજન્સી નંબર ૧૦૧/૧૦૨ અને તથા
૧૦૮ને તાત્કાલિક જાણ કરવી જોઈએ. વસ્ત્રાપુર સરકારી વસાહતમાં લાગેલા ફાયર સેફ્ટીના સાધનોનું સરકારના નિયમો મુજબ સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે અને વખતોવખત એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે.