Western Times News

Gujarati News

વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના નિવૃત પાયલોટ દીપક વસંત સાઠેનું મોત

નવીદિલ્હી, કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રનવે પર પર સરકી જતાં વિમાન ક્રેશ થયું છે અને બે ભાગમાં ટુકડા થઇ ગયું છે. આ અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે. એ૭૩૭ એર ઇન્ડીયા એક્સપ્રેસમાં આવતાં પહેલાં દીપક વસંત સાઠે ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ રહ્યા હતા. તે વાયુસેનાના નિવૃત કમાંડર હતા. તેમણે ૧૧ જૂન ૧૯૮૧ના રોજ તેમણે એરફોર્સમાં કમીશન મળ્યું હતું અને ૨૨ વર્ષની સેવા બાદ ૩૦ જૂન ૨૦૦૩માં નિવૃત થયા હતા.

એરફોર્સમાં તેમણે એએફએમાં સ્વોર્ડ ઓફ ઓનર જીત્યો હતો અને ફાયટર પાયલોટ બન્યા હતા. એર ઇન્ડીયા એક્સપ્રેસ ૭૩૭માં જતાં પહેલાં દીપક એર ઇન્ડીયાની એરબસ ૩૧૦ની ઉડાન ભરી ચૂક્યા હતા. આ ઉપરાંત તે એચએએલના ટેસ્ટ પાયલોટ પણ રહ્યા હતા.

આ વિમાનમાં ૧૯૧ મુસાફરો સવાર હતા. એરલાઇનના પ્રવક્તાના અનુસાર દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા એક્સપ્રેસ પ્લેન કોઝિકોડ એરપોર્ટ પર સરકી જતાંં દુર્ઘટના સર્જાઇ હતી. ફ્લાઇ- આઇએકસ ૧૩૪૪- સાંજે લગભગ ૭.૪૦ વાગે એરપોર્ટ પર લેન્ડ થઇ. અકસ્માત બાદ રાહત અને બચાવ માટે ટીમો પહોંચી ગઇ છે. ફાયર બ્રિગેડ અને એમ્બુલન્સની ગાડીઓ પર ઘટનાસ્થળે હાજર છે કેરલમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ છે જેમાં એક ભારતીય વાયુસેનાના નિવૃત પાયલોટ દીપક વસંત સાઠે સહિત ૧૬ લોકોના મોત થયા છે. કેરલના કરીપુર એરપોર્ટના જે રનવે પર આ અકસ્માત થયો છે તે એક ટેબલ ટોપ રનવે હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.