કોરોના કહેર- પર્યાવરણીય લોક સુનાવણી બંધ રાખવાની માગણી
પર્યાવરણ મિત્ર સંસ્થાએ રૂપાણીને પત્ર લખ્યો-આઠ જેટલી કંપનીઓના પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ મેળવવા માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ
અમદાવાદ, પર્યાવરણ મિત્ર સંસ્થાએ હાલમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં કંપનીઓને પર્યાવરણીય સમિતિ લેવા માટે યોજાતી પર્યાવરણીય લોક સુનાવણી મેળા મોકુફ રાખવા માટેનો પત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલ છે. પર્યાવરણ મિત્રના પ્રમુખ મહેશ પંડ્યાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ-૧૯૮૬ અંતર્ગત એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ નોટીફીકેશન-૨૦૦૬ મુજબ આઠ જેટલી કંપનીઓના પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ મેળવવા માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ રહી છે.
આ સુનાવણી તબક્કાવાર ૧૦મી ઓગસ્ટથી ૨જી સપ્ટેમ્બર સુધી યોજાઈ રહી છે. તાજેતરમાં કોવિડ-૧૯ની પરિસ્થિતિને જાેતા લોકોમાં ગભરાટ અને બીક છે તે સંજાેગોમાં મદદ અંશે લોકો સુનાવણી ભાગ લેવાનું ટાળશે. પર્પાયવરણીય લોક સુનાવણીમાં સંખ્યા પર નિયંત્રણ ન રાખી શકાય તેમાં સોશીયલ ડિસ્ટનસીંગ જાળવવુ મુશ્કેલ છે અને કોરોના સંક્રમણ વધવાનો ખતરો છે.
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોકલેલ પત્રમાં ૪૫ દિવસમાં સુનાવણી કરવી પડે તે મતલબોના પ્રશ્નોના જવાબ યોગ્ય નથી. અસરગ્રસ્તોને ભાગ લઈને રજુઆત કરવાનો હક છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિ હળવી ન બને ત્યાં સુધી લોક સુનાવણી મોકુફ રાખવામાં આવે આ ઉપરાંત તામ જીલ્લા કલેક્ટર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પર્યાવરણીય લોક સુનાવણી બંધ રાખવા અને આયોજન ન કરવામાં આવે.