Western Times News

Gujarati News

ભારતે કોરોના સામે જંગમાં નેપાળની સેનાને ભેટમાં ૧૦ વેન્ટિલેટર આપ્યા

કાઠમંડૂ, ભારતીય સેનાએ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ લડવાના પ્રયત્નોના સમર્થન માટે રવિવારે નેપાળની સેનાને દસ આઇસીયુ વેન્ટિલેટર ભેટ આપ્યાં. નેપાળી સેનાના હેડક્વાર્ટરમાં આયોજિત એક સમારોહમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ નેપાળી આર્મીના ચીફ ઓફ આર્મી સ્ટાફ સુકર્તિમાયા રાષ્ટ્રદીપ જનરલ પૂર્ણ ચંદ્રા થાપાને વેન્ટિલેટર હેન્ડઓવર કર્યાં.
આ વેન્ટિલેટર એડવાન્સ્ડ ઈનવેસિવ કે વોન ઈનવેસિવ રેસ્પિરેટરી સપોર્ટ સિસ્ટમ સહિત અનેક નવી ખુબીઓ સાથે ડિઝાઈન કરાયા છે. તેનો ઉપયોગ આઇસીયુ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને આઈસીયુમાં થઈ શકે છે. આ ઉપરાંત આ વેન્ટિલેટર પોર્ટેબલ પણ છે અને જરૂર પડ્યે તેના દ્વારા દર્દીને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે.

ભારતીય સેના લાંબા સમયથી માનવીય સહાયત અને રાહત દેવા માટે પહેલી પ્રતિક્રિયા તરીકે નેપાળી સેના માટે આગળ આવતી રહી છે. વેન્ટિલેટરની ભેટ આપવી એ બંને સેનાઓ વચ્ચે સતત માનવીય સહયોગનો ભાગ છે.  રાજદૂત ક્વાત્રાએ વેન્ટિલેટર હેન્ડઓવર કરવા દરમિયાન કોરોના મહામારીના સંકટ કાળમાં નેપાળના લોકોને પણ તમામ જરૂરી ચીજોની મદદ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.