શ્રીજી ઉત્સવ અંગે ભરૂચ જીલ્લા વહીવટી તંત્રએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામાને લઈ ગણેશ મંડળોમાં આક્રોશ
માટીની મૂર્તિ ની સ્થાપના ઘર ની જગ્યાએ પડાલોમાં મુકવા દેવામાં અને વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી મંડળોની માંગ સાથે કલેક્ટરને કરવામાં આવી રજુઆત.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: કોરોના વાયરસ ની મહામારી ના પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર એ ઓગષ્ટ મહિના માં આવતા તમામ ધાર્મિક તહેવારો તથા શ્રીજી ઉત્સવ જાહેર માં ન ઉજવવા માટે પ્રસિદ્ધ કરેલા પ્રતિબંધિત જાહેરનામાના મુદ્દે ભરૂચના કેટલાક ગણેશ મંડળોએ આક્રોશ ઠાલવી માટીની મૂર્તિ ની સ્થાપના ઘર ની જગ્યાએ પડાલોમાં મુકવા દેવામાં અને વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માંગ સાથે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રાવણ સુદ સાતમ થી શરૂ થતા મેઘમેળો ન યોજવા સહિત ઓગષ્ટ મહિના માં આવતા તમામ ધાર્મિક તહેવારો સહિત શ્રીજી ઉત્સવ ઉપર કેટલાક પ્રતિબંધિત મુદ્દોને ધ્યાને રાખી જાહેરનામું પ્રસિદ્ધ કરતા જાહેર માં શ્રીજી પંડાલો ઉભા નહિ કરી શકાય,સરઘસો નહિ કાઢી શકાય,લોકો ને વધુ પ્રમાણ માં એકત્ર નહિ કરી શકાય,શ્રીજી ને ઘરે જ વિસર્જિત કરવા પડશે તેવા નિર્ણય ના પગલે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર ના જાહરેનામા સામે ગણેશ મંડળો એ આક્રોશ વ્યકત કરી
લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ સમિતિ ના બેનર હેઠળ આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું અને શ્રીજી વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા તથા વિસ્તારો માં પંડાલો માં શ્રીજી ની સ્થાપના કરવા સહીત ની વિવિધ માંગણીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી ન્યાય ની માંગણી કરી છે.