Western Times News

Gujarati News

રાજ્યમાં કાલથી માસ્ક ન પહેરનારાને રૂ. 1000નો દંડ

File

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના વધતા કેસ અને તહેવારો નજીક આવતા ગુજરાતની વડી અદાલતે જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આદેશ આપ્યો છે. આજે કૃષિ ક્ષેત્રેને લઇને યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી આ વાત જણાવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતી કાલથી અમલ કરવામાં આવશે. તદનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતી કાલ એટલેકે 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્કના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડ ભાડના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે તેથી આવા સંક્રમણ ને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહી ને તહેવારો માનવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.