Western Times News

Gujarati News

બાયડમાં નદી બે કાંઠે વહી નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેતું હતું પરંતુ વરસાદના આવતા વાતાવરણમાં ઉકળાટ વધતા અને અસહ્ય ઉકળાટ વચ્ચે જિલ્લાવાસીઓ પરેશાન થઈ ચૂક્યા હતા પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવતા છેલ્લા ત્રણ દિવસથી બાયડ પંથકમાં એકથી દોઢ ઇંચ  જેટલો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વરસતા વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ હતી અને  ખેડૂતો ચિંતાતુર હતાં પરંતુ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સારા પાકની આશાએ ખેડૂત પુત્રો આનંદની લાગણી અનુભવે છે.

જ્યારે બાયડની ખારી નદીમાં નવા નીર ઉમેરાતા ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. સિઝનમાં પહેલી વખત નદી બે કાંઠે થતા લોકોમાં ખુશી જોવા મળી હતી બાયડની  વાત્રક નદીમાં તેમજ દખણેશ્વર થઈ જતી નદીમાં પણ નવા નીર ઉમેરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી દિલીપ પુરોહિત. બાયડ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.