Western Times News

Gujarati News

મોડાસા કડિયાવાડા વિસ્તારમાંથી ૫ અને કોલેજ છાપરા પાછળથી ૮ શકુનિઓને ૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત

પ્રતિનિધિ દ્વારા  ભિલોડામોડાસા શહેરમાં અનેક વિસ્તારોમાં શ્રાવણીઓ જુગાર રમવાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે શહેરના માલેતુજાર શકુનિઓ ફાર્મ હાઉસ અને ફ્લેટમાં જુગાર રમતા હોવાથી પોલીસ પકડથી દૂર રહે છે મોડાસા ટાઉન પોલીસે કડિયાવાડા વિસ્તારના નાકે ખુલ્લામાં જુગાર રમતા ૫ શકુનિઓ અને કોલેજ છાપરા વિસ્તારમાં પાછળની બાજુએ હારજીતની બાજી લગાવી બેઠેલા ૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા મોડાસા ટાઉન પોલીસે ૨૨ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓએ માજા મૂકી છે મોડાસા શહેરમાં વરલી-મટકાના સ્ટેન્ડ સ્ટેટ વિજિલન્સના દરોડા પછી અંકુશમાં આવતાં જુગારીઓ પત્તા-પાનનો જુગાર તરફ વળ્યા છે મોડાસા ટાઉન પીઆઈ વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે કડિયાવાડા વિસ્તારના નાકે ખુલ્લામાં હારજીતની બાજી લગાવી બેઠેલા

૧)ચિરાગ ઉર્ફે કુત્તો રમેશભાઈ કડિયા,2)ઉમેશ ભુપેન્દ્રભાઈ કડિયા,3)પરસોત્તમ કિશનલાલ રાણી,4)કૃષ્ણકાંત ઉર્ફે કમલેશ શામળભાઈ કડિયા અને 5)વિષ્ણુ ફોજાજી મારવાડી ને ૧૮૧૦ રૂપિયા સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વલન્સની ટીમે મોડાસા કોલેજ પાછળ આવેલા છાપરાં વિસ્તારની પાછળ ખુલ્લી જગ્યામાં છેલ્લા કેટલાય સમય થી ધમધમી રહેલા જુગારધામ પર ત્રાટકી ૧)ઇસ્માઇલ ઇકબાલ હુસેન સુથાર,૨) રમેશ કામજીભાઈ ખરાડી,૩) સોહીલ હમીરભાઇ ભટ્ટી ,૪) આરીફ દાદુભાઇ ભટ્ટી,૫) મોહસીન અજિતખાન ભટ્ટી,૬) ઇમરાન અબ્દુલભાઇ મકરાણી ,૭) જાવેદ સાબીરખાન ભટ્ટી,8)સાબિર ઈબ્રાહીમખાન ભટ્ટી ને ઝડપી પાડી રૂ.૨૦૫૧૦ /- ની રોકડ રકમ અને મુદ્દામાલ જપ્ત કરી ૮ શકુનિઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.