માસ્ક નહીં પહેર્યું હોય તો આજથી ૧૦૦૦નો દંડ

File
જન્માષ્ટમી સહિત તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ન કરવા અપીલઃ સંક્રમણ ભીડભાડથી ફેલાતું હોય છે
ગાંધીનગર, રાજ્યમાં કોરોના કેસની કુલ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે આ માસ્કને લઈને અનલોક-૧ દરમિયાન રાજ્ય સરકારે ૨૦૦ રૂપિયા દંડ જાહેર કર્યો હતો, ત્યારબાદ ૨૦૦ રૂપિયા દંડથી વધારેના ૫૦૦ રૂપિયા દંડ કર્યો હતો, પરંતુ આજે હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે માસ્ક વગર ફરનારા લોકો પાસેથી ૧૦૦૦ રૂપિયા દંડ વસૂલ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના ચુકાદાના ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર હવે રાજ્યમાં માત્ર વગર ભરનારાઓની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરશે.
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નામદાર હાઈકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી એટલે કે ૧૧મી ઓગસ્ટ મંગળવારથી સમગ્ર રાજ્યમાં જાહેરમાં માસ્કના પહેરનારા વ્યક્તિઓને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે જ રાજ્યના નાગરિકોને અપીલ કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ન કરે, કારણ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે.
આમ, સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહે અને ઘરમાં રહીને તહેવારોની ઉજવણી કરે તેવી પણ અપીલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરી હતી. હવે આ માસ્કનો પહેરનારા લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. જે ૧૧ ઓગસ્ટ મંગળવારે સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવશે.