ઇંગ્લેન્ડનો ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ ટેસ્ટથી બહાર
નવી દિલ્હી: પાકિસ્તાન સામે ચાલી રહેલ ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટાર ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ પાકિસ્તાન સામે બાકીની બંને ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ગયો છે. બેન સ્ટોક્સ પોતાના પારિવારિક કારણોને લીધે પાકિસ્તાન સામેની બાકીની બંને ટેસ્ટ મેચ નહીં રમે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડએ આ અંગેની જાણકારી આપી હતી.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
ઇંગ્લેન્ડ બોર્ડે બેન સ્ટોક્સને લઇને સાચુ કારણ બતાવ્યું નહી. એક નિવેદનમાં કહેવામાં કહેવામાં આવ્યું છે કે, બેન સ્ટોક્સ આ સપ્તાહના અંતમાં ન્યુઝીલેન્ડ જશે. તે પાકિસ્તાન સામે ૧૩ ઓગસ્ટથી શરૂ થઇ રહેલ શ્રેણીની બીજી ટેસ્ટ અને ૨૧ ઓગસ્ટ શુક્રવારથી શરૂ થઇ રહેલ શ્રેણીની અંતિમ ત્રીજી ટેસ્ટ મેચમાં નહીં રમી શકે.” બોર્ડના નિવેદન પ્રમાણે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ બેન સ્ટોક્સના પરિવારની સાથે તમામ મીડિયાને અનુરોધ કર્યો છે કે આ સમયે પરિવારની ગોપનીયતાનું સમ્માન કરે.
૨૯ વર્ષીય બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડની ટીમનો મહત્વનો સભ્યો છે. તેણે છેલ્લા ઘણા સમયથી પોતાની ટીમ માટે ઘણી શાનદાર પ્રદર્શન અને યાદગાર ઇનીંગ પણ રમી છે. તો ઘણી મેચમાં એકલા હાથે પણ મહત્વની મેચમાં ટીમને જીત પણ અપાવી છે. જેમાં વર્લ્ડ કપ ૨૦૧૯ ની ફાઇનલ મેચ અને એશિઝની સીરિઝનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઇએ કે પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ૩ વિકેટે જીતી લીધી છે અને ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ૧-૦થી આગળ થઇ ગયું છે. SSS