Western Times News

Gujarati News

વિવો સાથેના કરાર મામૂલી બોર્ડને આર્થિક તાણ નહીં પડે

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આઇપીએલના ટાઇટલ સ્પોન્સર વિવો સાથેના કરારને સસ્પેન્ડ કરવાની બાબતને મામુલી ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે ચીની મોબાઇલ કંપની સાથે કરારનો અંત નજીવી બાબત છે અને તેનાથી બોર્ડ પર કોઈ આર્થિક સંકટ આવવાનું નથી.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

બીસીસીઆઈ અને વિવોએ તાજેતરમાં જ આ વખતની આઇપીએલથી અલગ થઈ જવાનો ર્નિણય લીધો હતો. ભારત અને ચીન વચ્ચે સરહદ પર ઘર્ષણ થવાને કારણે ભારતમાં ચીની પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે તેવામાં વિવો દ્વારા આઇપીએલને સ્પોન્સર કરવા બાબતે પણ વિરોધ થયો હતો.

જેને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ ૨૦૨૦ની સિઝન માટે આઇપીએલના સ્પોન્સર તરીકે વિવો સાથેનો કરાર તોડી નાખ્યો હતો. આમ થતાં બોર્ડને ૪૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય તેવી સંભાવના છે અને એવી અટકળો થતી હતી કે બોર્ડ આર્થિક મુશ્કેલીમાં આવી જશે પરંતુ ગાંગુલીએ આ અટકળો ફગાવી દીધી હતી.બોર્ડ અને વિવો વચ્ચે ૨૦૧૮થી ૨૦૨૨ સુધીનો ૨૧૯૦ કરોડ રૂપિયાનો કરાર હતો આમ બોર્ડને વર્ષે ૪૪૦ કરોડ રૂપિયા મળતા હતા. સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે તેને આર્થિક કટોકટી કહેવાશે નહીં. તે નજીવું નુકસાન છે. બીસીસીઆઈ એક મજબૂત સંસ્થા છે.

આ રમતે, ખેલાડીઓએ, વહીવટતકર્તાઓએ ભૂતકાળમાં ભારતીય ક્રિકેટ બોર્ડનો મજબૂત પાયો નાખેલો છે જેને કારણે બોર્ડ હાલમાં આ નજીવા નુકસાનન પહોંચી વળવા માટે સક્ષમ છે.તેણે ઉમેર્યું હતું કે આ પ્રકારની સમસ્યાને પહોંચી વળવા માટે અમારી પાસે હંમેશાં પ્લાન બી તૈયાર જ હોય છે. તમે તમારા વિકલ્પો ખુલ્લા રાખો. સમજદાર લોકો આમ કરતા હોય છે.sss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.