ચાવી બનાવવાના બહાને બે ચોર સવા લાખની રોકડ લઈ ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, એલ.જી. હોસ્પીટલની સામે આવેલી સોસાયટીમાં ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘુસેલા બે ચોર એક લાખ સાડત્રીસ હજારની રોકડ લઈને રફુચકકર થઈ ગયા હતા. આ ઘટનાની વિગત એવી છે કે પાંસઠ વર્ષીય વૃધ્ધા ભારતીબેન ઉપાધ્યાય અર્બુદા સોસાયટી એલ.જી. હોસ્પીટલ સામે મણીનગર ખાતે તેમના પુત્ર-પુત્રવધુ તથા પૌત્રી સાથે રહે છે.
મંગળવારે બપોરે ભારતીબેન તેમની પુત્ર વધુ સાથે ઘરે એકલા હતા એ વખતે સોસાયટીમાં તાળા-ચાવી બનાવનાર બે શખ્સ આવતા તેમણે પોતાની તિજાેરીની ચાવી બનાવડાવવા માટે બોલાવ્યા હતા બંને શખ્સોએ થોડીવાર ચાવી બનાવવાનો કોલ કર્યા બાદ ભારતીબેન પાસે તિજાેરીના તાળામાં નાખવા માટે ગરમ તેલ મંગાવ્યુ હતુ જેથી ભારતીબેન રસોડામાં તેલ લેવા ગયા એ દરમિયાન બંને શખ્સોએ તિજાેરીનું લોકર ખોલી તેમાંથી પાંચસોની તથા દસની નોટોના કુલ પાંચ બંડલ કાઢી લીધા હતા
જેમાં કુલ રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર હતા થોડીવારમાં ભારતીબેન આવી જતા તેમણે ચાવી બની ગઈ હોવાનું કહીને ૬૦ રૂપિયા લઈને ફટાફટ ઘરમાંથી નીકળી ગયા હતા ત્યારબાદ ભારતીબેને તિજાેરી તપાસતા તેમાંથી રૂપિયા ચોરીની જાણ થતાં બુમાબુમ કરી મુકી હતી. જેને પગલે પાડોશીઓ એકઠા થયા હતા પરંતુ બંને ચોર ત્યાંથી નીકળી ગયા હતા. મણીનગર પોલીસને જાણ થતાં જ તુરંત ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી છે.