પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાનનું નિધન
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ સરકારમાં હોમગાર્ડ મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાનનું નિધન થયું છે. 4.30 કલાકે તેમનુ નિધન કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ કોરોના સંક્રમિત પણ હતા. 73 વર્ષિય ચેતન ચૌહાનની સ્થિતિ થોડાં ઘણાં દિવસોથી ખુબ નાજુક હતી. તેમની કિડની ફેઈલ થઈ ચુકી હતી. જેના કારણે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જુલાઈ મહિનામાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના નિધન પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો. આ સિવાય ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.