Western Times News

Gujarati News

માધવપુરામાં પાંચ લાખની ચોરી કરનાર ગેંગનો એક આરોપી ઝડપાયો

અન્ય એક ફરારઃ પોલીસે કેટલીક રોકડ પણ રીકવર કરી

 

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી છે પોલીસ તંત્રમાં જવાનોની અપૂરતીને પગલે ચોવીસ કલાક પેટ્રોલિગ હોવા છતા પોલીસ ગુનાઓને રોકવામા નિષ્ફળ રહી છે જેના પગલે ગુનેગારો ને ફાવતુ મળી ગયુ હોય તેમ લાગે છે અગાઉ રાત્રિ દરમિયાન બહાર નીકળતા ચોરો અને તસ્કરો હવે બેખોક થઈને ધોળા દિવસે ભરચક વિસ્તારોમાં ગુનાઓને અંજામ આપી રહ્યા છે

વેપારીઓની ઉઘરામી કે આંગડીયા પેઢીના રૂપિયાની લેતી દેતી પર નજર રાખીને ગઠિયાઓ તક મળતા જ પોતાના ઈરાદા પાર પાડવાના કિસ્સા છાશવારે સામે આવે છે વારવાર બનતા આવા બનાવોને પગલે પોલીસ પણ હવે સક્રીય થઈ છે જેથી કેટલાંક ગુનેગારો ઝડપી લેવામા સફળતા મળીછે આવી જ સફળતા હાલમા માધવપુરા પોલીસને હાથ લાગી છે કેટલાંક દિવસો અગાઉ વેપારીની ઉઘરાણીને સ્કુટરની ડેકીમાંથી ઉઠાવી લઈ રૂપિયા પાચ લાખની તડફેચી કરનાર એક રીઢા ગુનેગારને જબ્બે કરાયો છે.


આ અંગેની વિગત એવી છે કે ડ્રાયફુટના વેપારી ગીરીશભાઈ ભગવાનભાઈ ગોપલાણી આશરે દસેક દિવસ અગાઉ પોતાના ધંધાની ઉઘરાણી કરી રૂપિયા પાંચ લાખની રકમ એકટીવાની ડેકીમાં મુકી માધવપુરા વિસ્તારમાં પસાર થી રહ્યા હતા એ વખતે બપોરના સુમારે તેમને પાન ખાવાની ઈચ્છા થતા નમસ્તે સર્કલ આગળ આગળ આવેલા ખોડીયાર પાન હાઉસ ખાતે તેઓ પાન ખાવા ગયા હતા જ્યારે પોતાનું એકટીવા તેમણે થોડીક દૂર પાર્ક કર્યુ હતુ.

આ તકનો લાભ લઈને તેમની ઉપરના નજર રાખનારા કેટલાંક તસ્કરોએ ધોળે દિવસે તેમની એકટીવાની ડેકીના તાળા તોડીને તેમાંથી રૂપિયા પાચ લાખની તકફંચી કરી હતી વેપારીને જાણ થતા આ અંગે બુમાબુ કર્યા બાદ તેમણે પોલીસને જાણ કરી હતી.

આ અંગે માધુપુરા પોલીસે નમસ્તે સર્કલની તથા પાનના ગલ્લાની આસપાસના સીસીટીવી ફુટેજ એકત્ર કર્યા હતા અને ચોરી આચરનાર ગુનેગારીની ઓળખ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા સીસીટીવી ફુટેજના માથે ટોપી પહેરેલો તથા મો પર રૂપાલ બાંધીને આવેલો અકે શખ્શ એકટીવાની ડેકીનુ લોક તોડતો જાણાયો હ ોત અન્ય ફુટેજ પણ આરોપી ૩ થી ૪ હોવાનું ખૂલ્યુ હતુ જે આસપાસ નજર રાખી ચોરી કરનાર શખ્સની મદદ કરતા હતા પોલીસે આ તમા ચોરોની અંગે માહિતી એકત્ર કરી હતી

ઉપરાંત આસપાસના લોકોના પણ નિવેદનાં લીધા હતા જે બાદ કેટલાક રીઢા ચોરના નામ સામે આવ્યા હતા ઝીણવર પૂર્વક તપાસ કરતા પોલીસે સાથે છારાનગરના રહેવાસી મહેલુ ઉર્ફ કાળો દિપકભાઈ માચરેકર તથા મુકેશ ઉર્ફે લાલીયાએ આ ઘટનાએ અંજામ આપ્યો હતોવાની માહીતી મળી હતી. જેથી માધુપુરા પોલીસ બાતમીને આધારે મેહુલ ઉર્ફે કાળાને ઝડપી લીધો હતો જ્યારે તેના ફરાર સાગરીત મુકેશ ઉર્ફે લાલીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુત્રો અનુસાર બંને ચોર અગાઉ પણ કેટલાક ગુનાઓમા સંડોવાયેલ છે ઉપરાંત પાચ લાખની ચોરીમાં પોલીસે આશરે બે લાખની રકમ રીકરવરી કરી હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે.

આ અંગે ઉલ્લેખનીય છે કે એકટીવાની ડેકીનું લોક તોડી કિમતી મતા કે રોકડ ચોરી કરવાના બનાવો હાલમા વધી ગયા છે જા કે માધવપુરા પોલીસે ઝીણાવટપૂર્વક તપાસ કરીને ચોર સુધી પહોચવામાં સફળતા મેળવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.