Western Times News

Gujarati News

અમરાઈવાડીમાં ટ્રાવેલ્સ કંપનીના માલિક વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ

કાર લઈ ગયા બાદ ભાડુ ન ચુકવ્યુ- કાર પણ પરત ન કરી

 

(પ્રતિનિધિ) અમદાવાદ : ભાડેથી કાર ચલાવવા લઈ ગયા બાદ કારની તફડંચી કરી જવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે જેને પગલે ગાડી ભાડે આપતા વેપારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે  કેટલીક વખત ડ્રાઈવર તો કયારેક મુસાફર બનીને આવતા શખ્સો દ્વારા આવી છેતરપીંડી આચરવામાં આવતી હોય છે આવી વધુ એક ફરીયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

રબારી કોલોની સામે રહેતા જયેશભાઈ ધીરાજી દેસાઈ ભીલવાડામાં દુધની ડેરી ચલાવે છે કેટલાંક મહીનાઓ અગાઉ તેમણે એક ઈનોવા કાર ખરીદી હતી અને મિત્ર મિતેશભાઈને આ ગાડી ભાડેથી ચલાવવા માટે આપવાની વાત કરી હતી ડ્રાઈવર તરીકે નોકરી કરતા મિતેશભાઈએ ઘોડાસરમાં રહેતાં

ઘનશ્યામભાઈ ટ્રાવેલ્સના માલિક ઘનશ્યામભાઈ ચીનુભાઈ સોનીનો સંપર્ક કરાવ્યો હતા.ે કંપનીમાં ગાડીઓ ભાડે મુકતા ઘનશ્યામભાઈએ જયેશભાઈને તેમની કાર સિલેકટ થઈ ગઈ છે અને મહીને ત્રીસ હજાર ભાંડુ આપવાનું નકકી કર્યું હતું

જાકે એપ્રિલ મહિનામાં ગાડી લઈ ગયા બાદ ઘનશ્યામભાઈએ તેમને રૂપિયા ચુકવ્યા ન હતા કે ગાડી પણ આપી ન હતી વારંવાર સંપર્ક કરવા છતાં ઘનશ્યામભાઈ મળી ન આવતા છેવટે જયેશભાઈએ છેતરપીંડીની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.