Western Times News

Gujarati News

નહેરૂનગર પાસે જાેડાણ શોધવાની લ્હાયમાં દસ દિવસથી મેનહોલ ખુલ્લા પડ્યા છે

 

મ્યુનિ.કમિશ્નરનો આદેશ પ્રજા માટે જાેખમી બન્યો

 અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદ ચોમાસાની સિઝનમાં બદસુરત બની જાય છે. મ્યુનિસિપલ કોર્પોેરશને કરોડો રૂપિયાના ખર્ચથી સ્ટ્રોમ વાટર લાઈનો નાંખી છે. તેમાં પણ ગેરકાયદેસર જાડાણો થઈ ગયા છે. વરસાદના એક બે ઝાપટામાં જ ઠેર ઠેર જળબંબાકાર થઈ જાય છે. સદર પરિસ્થિતિ નિવારવા માટે મ્યુનિસિપલ કમિશ્નર મેદાનમાં આવ્યા હતા.

કેચપીટો અને મેનહોલની સફાઈ તથા જાેડાણોની પુનઃ ચકાસણી માટે આદેશ કર્ય્‌ છે. જે સારી બાબત છે પરંતુ તેમાં માઠા પરિણામો પણ જાવા મળ્યા છે. મેનહોલના જાડાણની ચકાસણીમાં નવા રોડ તૂટી રહ્યા છે. તથા કેટલાંક વિસ્તારમાં તો મેનહોલના ઢાંકણા જ બંધ કરવામાં આવતા નથી. તેથી અકસ્માત નો ડર રહે છે. નહેરૂનગર વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જાવા મળી રહી છે.


મ્યુનિસિપલ કમિશ્નરે કરેલા આદેશના પગલે ઈજનેર અધિકારીઓ વહેલી સવારથી જ કેચપીટો અને મેનહોલની ચકાસણી માટે દોડી રહ્યા છે. પરંતુ આ દોડધામ અને ગભરામણમાં ઢાંકણા બંધ કરવાનું ભૂલી જાય છે. નહેરૂનગરથી શિવરંજની તરફ જતા રોડ ઉપર છેલ્લા દસ દિવસથી બે મેનહોલ ખુલ્લા પડી રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશ્નરની સુચના બાદ મેનહોલના જાડાણની તપાસ કરવા માટે સ્થળ પર ગયેલા કર્મચારીઓની બેદકારીના કારણે જીવલેણ અકસ્માત થઈ શકે છે. સ્થાનિક રહીશો અને જાગૃત નાગરીકો દ્વારા વારંવાર ફરીયાદ કરવા છતાં ઢાંકણા લગાવવામાં આવ્યા નથી. મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ પાલનના કારણે થતાં નુકશાનનો બીજા કિસ્સો મણીનગર વોર્ડમાં જાવા મળ્યો છે.

રામબાગ સરદાર પટેલ હોસ્પીટલથી વલ્લભવાડી તરફ જવા માટેના રોડ ઉપર મેનહોલ શોધવા માટે આઠ સ્થળે ખોદકામ કરવામાં આવ્યુ છે. માત્ર બે મહિના પહેલાં બનાવવામાં આવેલા રોડના કામ દરમ્યાન યોગ્ય સુપરવિઝન કરવામાં આવ્યુ નહોતુ. જેના કારણે મેનહોલ દબાઈ ગયો છે. મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ બાદ જાડાણ શોધવા માટે પ્રથમ મેનહોલ શોધવામાં આવી રહ્યા છે.

મ્યુનિસિપલ કોંર્પોેરેશન દ્વારા અબજા રૂપિયાના ખર્ચથી સ્ટ્રોમ વાટર લાઈન નાંખવામાં આવી છે. જેમાં ગેરકાયદેસર જાડાણો થઈ ગયા છે. મેનહોલના જાડાણ શોધતા સમયે આ પ્રકારના કનેકશન જાવા મળે તો તેને તાકીદે દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.