બાજપાઇની પુણ્યતિથિ પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની શ્રધ્ધાંજલિ
નવીદિલ્હી, દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇની 16 ઓગસ્ટ, 2020ના રોજ બીજી પુણ્યતિથિ હતી. આ પ્રસંગે તેમને સમગ્ર દેશ શ્રધ્ધાંજલિ આપી રહ્યો છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રધ્ધાંજલિ અર્પિત કરતા તેમને યાદ કર્યા.
રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય નેતાઓ આજે દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પહોંચ્યા હતાં ત્યાં તમામ નેતાઓએ પૂર્વ વડાપ્રધાનનને શ્રધ્ધાંજલિ અર્પી હતી. વડાપ્રધાને એક વીડિયો ટિ્વટ કરીને તેમને યાદ કર્યા
તેઓએ ટિ્વટમાં લખ્યુ કે વ્હાલા અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રધ્ધાંજલિ ભારત હંમેશા તેમની ઉત્કૃષ્ટ સેવા અને દેશની પ્રગતિ તરફના તેમના પ્રયાસોને યાદ રાખશે ગૃહ મંત્રી અમિત શાહે પણ બાજપાઇને યાદ કરીને તેમને શ્રધ્ધાંજલિ અર્પિત કરી તેઓએ ટિ્વટ કર્યું કે ભારત રત્ન શ્રદ્વેય શ્રી અટલ બિહારી બાજપાઇજી દેશભક્તિ તથા ભારતીય સંસ્કૃતિના પ્રખર અવાજ હતાં તેઓ એક રાષ્ટ્ર સમર્પિત રાજનેતા હોવાની સાથોસાથ કુશળ સંગઠક પણ હતાં જેઓએ ભાજપનો પાયો નાખીને તેને વિસ્તારવામાં એક અગત્યની ભૂમિકા નિભાવી અને કરોડો કાર્યકર્તાઓને દેશ સેવા માટે પ્રેરિત કર્યા. SSS