Western Times News

Gujarati News

ધોનીની સાથે સુરેશ રૈનાની પણ ઈન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ

નવી દિલ્હી, ૧૫ ઑગસ્ટનો દિવસ ભારતીય ક્રિકેટ માટે બે ખરાબ સમાચાર લઈને આવ્યો. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ બાદ તરત જ સુરેશ રૈનાએ પણ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધું છે. રૈનાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી. પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં સુરેશ રૈનાએ ધોની સાથેની એક તસવીર શેર કરતા લખ્યું, ‘તમારી સાથે રમવું એક ખૂબ સુંદર અનુભવ હતો માહી. હું ગર્વની સાથે તમારી સાથે આ સફરમાં સાથી બનવા જઈ રહ્યો છું. આભાર ઈન્ડિયા. જય હિન્દ’ અસલમાં ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવાર સાંજે ૭ વાગ્યે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી દીધી. ત્યારબાદ સુરૈશ રૈનાએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટથી કહ્યું કે, તે ધોનીની સફરમાં તેનો સાથી બનવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોની અને રૈનાએ પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત પણ આગળ-પાછળ જ કરી હતી. ૩૩ વર્ષીય સુરેશ રૈનાએ ભારત માટે ૨૨૬ વન-ડે, ૧૮ ટેસ્ટ અને ૭૮ ટી૨૦ મેચો રમી છે.  તે ટી૨૦માં ભારત માટે સૌપ્રથમ સદી ફટકારનારો ક્રિકેટર છે. રૈના અને ધોની ખૂબ જ સારા મિત્રો રહ્યા છે. ભારતીય ટીમની સાથે-સાથે તે ટી૨૦માં ચેન્નઈ સુપરકિંગ્સ માટે એકસાથે રમતા રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.