ભિલોડામાં ૪ ઇંચ વરસાદમાં RCC રોડ બીસ્માર બન્યા,
ભિલોડા: ગુજરાતમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.અરવલ્લી જીલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે ઝરમર વરસાદ અને ઝાપટા પડી રહ્યા છે ભિલોડા પંથકમાં ગત રાત્રીએ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભિલોડા ગ્રામ પંચાયતની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હોય તેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોએ આખી રાત ઘરમાં ઘુસી ગયેલ પાણી ઉલેચવા મજબુર બન્યા હતા ભિલોડાના આરસીસી રોડ પર ખાડા પડી જતા વાહનચાલકો અને નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ઇન્દ્રાસી નદીમાં નવા નીર આવતા લોકો જોવા ઉમટ્યા હતા
ભિલોડા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબકતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી રવિવારે ભિલોડામાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ગોવિંદનગર વિસ્તાર,ચંદ્રપુરી સોસાયટી સહીત નીચાણ વાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઘરમાં પાણી ઘુસી જતા ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો ઘરવખરીને પણ નુકશાન થતા લોકોમાં ભીલોડા પંચાયતના વહીવટ સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો હતો