ઝેબર સ્કુલ દ્વારા ફી ઉઘરાવવાના મુદ્દે સંચાલકો-વાલીઓ સામસામે

Files Photo
(પ્રતિનિધિ ) અમદાવાદ,: શાળાઓમાં ઉઘરાવાતી ફી ને લઈઈને હજુ પણ મામલો સુલઝાયો નથી એવું લાગી રહ્યુ છે. શહેરની ઝબર સ્કુલ દ્વારા સ્કુલ બંધ હોવા છતાં ફી ઉઘરાવવા માટે ઈ-મેઈલ કર્યાના આક્ષેપ વાલીઓ તરફથી કરવામાં આવ્યા છે. આ અંગે વાલીઓએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ પણ કરી છે. જાે કે સ્કુલ સંચાલકોએ દાવો કર્યો છે કે શાળા માત્ર એફઆરસીએ નક્કી કરેલી ફી જ ઉઘરાવી રહી છે. શાળા તરફથી જણાવાયુ છે કે શાળા બંધ હોવા છતાં આનલાઈન એજ્યુકેશન માં તમામ શિક્ષકોએ બાળકોને ઉચ્ચ ગુણવતાનું શિક્ષણ આપ્યુ છે. તેથી વાલીઓએ વાર્ષિક ફી ભરવી જાેઈએે.
બીજીતરફ વાલીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે સ્કુલ વાર્ષિક ફી ના નામે ઈત્તર પ્રવૃત્તિની ફી અને લેબોરેટરી, લાયબ્રેરી વગેરેનેી ફી પણ વસુલી રહી છે.