Western Times News

Gujarati News

સેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજાેને ફીમાં રાહત આપવા મુખ્યમંત્રીને માંગ

Files Photo

(પ્રતિનિધિ ) અમદાવાદ:  વાલીઓ પોતાના પુત્ર કે પુત્રીને પેટે પાટા બાંધીને મહેનત કરીને ઉચ્ચ શિક્ષણ અર્થે મોકલે છે પરંતું સેલ્ફ ફાયનાન્સ કોલેજાેમાં ફીનું ધોરણ એટલું બધુ ઉંચું હોય છે કે ફી ની રકમ ભરતા ભરતા વાલીઓને આંખ અંધારા આવવા લાગે છે. તેમાં પણ લોકડાઉન પછી આર્થિક સ્થિતિનું જે પ્રકારે નિર્માણ થયુ છે તેને લઈને વાલીઓની સાથે વિદ્યાર્થીઓ પણ ચિંતીત થયા છે.

વાત છે ેસેલ્ફ ફાયનાન્સ મેડીકલ કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓની. અહીંયા વાર્ષિક ફી ૩ લાખથી ૧૮ લાખ સુધીની હોય છે. લોકડાઉન પછી સૌ કોઈની આર્થિક સ્થિતિ એકંદરે બગડી છે. તેથી મેડીકલ કોલેજાેમાં ફીમાં રાહત આપવાની માંગ ઉઠવા પામી છે. ગુજરાત મેડીકલ એસોસીએશને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી છે અને રાહત આપવાની માંગણી કરી છે.

મેડીકલ કોલેજાે ર૩મી માર્ચથી બંધ છે. લોકડાઉનના થોડા સમય પહેલાં જ નવુ સત્ર શરૂ થયુ અને વિદ્યાર્થીઓએે સંપૂર્ણ ફી ભરેલી હોવા છતાં તેનો લાભ થયો નથી. વાલીઓ પણ આર્થિક સંકડામણમાં છે. અમુક કોલેજાે દ્વારા ફી ભરવામાં ન આવે તો પરીક્ષામાંથી બાકાત રાખવાનું પણ કહેવામાં આવ્યુ છે. સેલ્ફ ફાયનાન્સ કોલેજાેની ફી મામુલી નહીં હોવાથી આ અંગે સરકાર જંગી ફીમાંથી રાહત અપાવે. આ બંધ સત્રની ફી આવતા સત્રમાં ભરપાઈ જાય એવો માર્ગ કાઢી આપવાની પણ માંગ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.