Western Times News

Gujarati News

તહેવારના પર્વમાં ચીની બનાવટની ચીજવસ્તુઓના બહિષ્કારનું અભિયાન તેજ

તહેવારોમાં ચીની બનાવટનો ૩૦-૪૦ હજાર કરોડનો માલ– સામાન દેશભરમાં વેચાતો હોય છે
(પ્રતિનિધિ) અમદાવાદ, શ્રાવણ મહિનાના તહેવારો પૂર્ણ થઈ ગયા છે. હવે ગણપતિ દાદાનું આગમન થશે ત્યારપછી નવરાત્રી અને દીવાળી પર્વ આમ હવે સતત તહેવારોની સીઝન જાેવા મળશે. કોરોનાને કારણે ધંધા- વ્યવસાયને અસર થઈ હોવા છતાં એકંદરે કામ-ધંધા ધીમેધીમે પાટે ચઢી રહયા છે. તો બીજી તરફ એલ.એ.સી. પર ચીન સાથે તનાવપૂર્ણ સ્થિતિ પ્રવર્તી રહી છે. ચીનને સબક શીખવાડવા ભારતીય સૈન્ય સજ્જ છે.

પરંતુ તેની સાથે સાથે આર્થિક મોરચે ચીનને ભોયભેગુ કરવા ભારત સરકારે કમરકસી છે તો વહેપારીઓ પણ મેદાનમાં આવ્યા છે. ‘ભારતીય સામાન હમારા સ્વાભિમાન’ અભિયાન દશેભરમાં ચાલી રહય છે ત્યારે ચીની બનાવટના માલ સામાનના બહિષ્કારને વહેપારીઓને અપિલ કરાઈ રહી છે. જાે વેપારીઓ અને નાગરિકો ચીની માલ સામાનનો બહિષ્કાર કરે તો તહેવારોની આ સીઝનમાં ચીન જે ૩૦ થી ૪૦ હજાર કરોડના માલ સામાનની આયાત થાય છે અને વેચાણ થાય છે તે ઠપ થઈ જાય.

એનો મતલબ એ નથી કે તેની અવેજીમાં અન્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરી શકાશે નહિ. ભારતીય બનાવટની ચીજવસ્તુઓનો ઉપયોગ કીરને ચીની ચીજવસ્તુઓને પછડાટ આપી શકાય તેમ છે ખાસ કરીને ભગવાનની મૂર્તિઓ, અગરબત્તી, રમકડા, ઈલેકટ્રોનિક્સ ચીજવસ્તુઓ, ફટાકડા, દીવાનો સમાવેશ થાય છે તેથી જાે આ તમામ ચીજવસ્તુઓ કે ચીની બનાવટની છે તેનો ઉપયોગ બંધ થાય તો ચીનને મોટો આર્થિક ફટકો પડી શકે છે. ગણેશ ચતુર્થી નજીકમાં છે ત્યારે દાદાની મૂર્તિ ઈકોફેન્ડલી બનાવવામાં આવે તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સી.એ.ટી) ચીનની વસ્તુઓના બહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ચલાવી રહયુ છે અને ભારતના માલ સામાનનો ઉપયોગ કરવા તેણે વહેપારીઓ- નાગરિકોને અપિલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.