સત્યપાલ મલિક મેધાલયના રાજયપાલ, કોશ્યારીને ગોવાના પ્રભારી
નવીદિલ્હી, ગોવાના રાજયપાલ સત્યપાલ મલિકની બદલી કરી તેમને મેધાલયના રાજયપાલ નિયુકત કરવામાં આવ્યા છે જયારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીને ગોવાનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે. આ આદેશ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે જારી કર્યો છે આ નિયુક્તિ તે દિવસે અમલમાં આવશે જે દિવસે રાજયપાલ પોતાનો કાર્યભાર સંભાળશે.ગોવા પહેલા મલિક જમ્મુ કાશ્મીરના રાજયપાલ હતાં બાદમાં તેમને ગોવાના ઉપરાજયપાલની જવાબદારી સોંપવામાં આવી હતી હવે તે મેધાલયના રાજયપાલ તરીતે જવાબદારી સંભાળશે. પશ્ચિમી ઉત્તરપ્રદેશના બાગપતના રહેવાસી સત્યપાલ મલિકની નિયુક્તિ ભાજપે પહેલા બિહારના રાજયપાલ તરીકે કરી હતી ૨૦૧૮માં તેમને જમ્મુ કાશ્મીરનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો તેમના રહેતા જ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ને હટાવવામાં આવી જેમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ તેમને ગોવાના ઉપરાજયપાલ બનાવવામાં આવ્યા હતાં તેમણે મૃદુલા સિન્હાનું સ્થાન લીધુ હતું.HS