Western Times News

Gujarati News

ભારતીયોની ઇચ્છા છે કે ભારત આત્મનિર્ભર બને

નવીદિલ્હી, લદ્દાખમાં ચટાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતીય લોકોમાં ચીન પ્રત્યે નકારાત્મક વિચાર વધી રહ્યાં છે આ વાતનો ખુલાસો દેશભરમાં થયેલા એક સર્વેમાં થયો છે. સર્વેમાં સામે આવ્યું છે કે ૭૭ ટકા ભારતીયોનું માનવુ છે કે ભારતે ચીન પર પોતાની વેપારની નિર્ભરતા ઓછી કરવી જાેઇએ એ યાદ રહે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુન મહિનામાં ભારતને આત્મનિર્ભરતાનો સંકલ્પ આપ્યો હતો જે અંતર્ગત ભારતે ઘણા પગલા ભર્યા છે.

સર્વે દરમિયાન લોકોને ધણા સવાલ પુછવામાં આવ્યાહતાં તેમાંથી એક સવાલ એ પણ હતો કે ચીન અને કોરોનાના બે પક્ષીય ફ્રંટ પર ભારત સરકાર કેવું કામ કરી રહી છે.રસપ્રદ રૂપથી લગભગ ૮૪ ટકા ભારતીયોએ દેશની સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો છે લોકોનું માનવું છે કે સરકાર કોરોના અને ચીન બંન્ને સાથે ડીલ કરવામાં સક્ષમ છે.

સર્વેમાં મોટી સંખ્યામાં લોકોએ ભારત સરકાર દ્વારા ચીની એપ્સને પ્રતિબંધિત કરવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે સાથે ચીન ઉપર ભારત વેપાર નિર્ભરતા ઓછી કરવાને લઇને પણ સમર્થન આપ્યું છે. લગભગ ૫૧ ટકા લોકોએ કહ્યું કે તેમને મેડ ઇન ચાઇનાના પ્રોડકટ્‌સનો ઉપયોગ કરવાનું બિલકુલ બંધ કરી દીધુ છે જયારે ૪૨ ટકા લોકોનું માનવું છે કે ચીને જાણી જાેઇને દુનિયામાં કોરોના મહામારી ફેલાવી છે. સર્વેમાં ૪૪ ટકા લોકોએ કહ્યું કે કોલ્ડ વોર થયું તો ભારતે અમેરિકાને સમર્થન આપવું જાેઇએ જયારે ચીન સાથે જવા ૧૧ ટકાએ સમર્થન કર્યું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.