પાકિસ્તાન સરહદ ઉપર ભારતે તેજસ ફાયટર જેટ તૈનાત કર્યા
એલઓસીએ તેજસ એ અમેરિકન એન્જિનથી દેશમાં બનેલું પહેલું સ્વદેશી ફાઇટર જેટ છે: પાક સરહદે ગોઠવણી દરમિયાન તેજસે ઘણી ઉડાન ભરી
નવી દિલ્હી, ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાએ સ્વદેશી લાઇટ ફાઇટર જેટ એલસીએ તેજસને પાકિસ્તાનની સરહદે આવેલા હવાઈ દળના અડ્ડાઓ પર ઓપરેશનલ તૈનાતીને મંજૂરી આપી દીધી છે. જેથી પાડોશી દેશો કોઈ કાર્યવાહી કરતાં પહેલાં ૧૦ વાર વિચારશે. દેશમાં બનેલા ફાઇટર જેટને ચીન સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે, દેશ પર દ્વિમાર્ગી હુમલો સામે રક્ષણ આપવા માટે, પાકિસ્તાનની સરહદની આસપાસ પણ તૈનાત કરાયા છે. સરકારના ઉચ્ચ સ્તરના સૂત્રોએ જણાવ્યું છે કે તાજેતરમાં પાકિસ્તાનની સરહદ નજીક ગોઠવણી દરમિયાન તેજસે ઘણી વખત ઉડાન ભરી હતી. પશ્ચિમ સરહદની સુરક્ષા પર તેજસની હાજરીને કારણે પાકિસ્તાનના શ્વાસ અટકી ગયા હતા.
એલસીએ તેજસે અમેરિકન એન્જિનથી દેશમાં બનેલું પહેલું સ્વદેશી ફાઇટર જેટ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેજસ હવાઈ દળના જુદા જુદા મથકો પર ઉડાન ભરી રહ્યું છે. વાયુસેનામાં પ્રથમ બે સ્ક્વોડ્રનને શામેલ કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટૂંક સમયમાં ૮૩ માર્ક ૧ એ એલસીએને સામેલ કરવામાં આવશે. આ ફાઇટર જેટની જમાવટને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને એરફોર્સ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો હતો. દેશમાં બનેલા આ ફાઇટર જેટ વિશે આજ સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. આ સોદાની કિંમત ૪૦ હજાર કરોડ છે. શરૂઆતમાં એરફોર્સ-મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વચ્ચે મતભેદ હતા, પણ તત્કાલીન સંરક્ષણ પ્રધાન સ્વ. મનોહર પારિકરે સમાધાન કર્યું હતું. આ પછી સંમતિ થઈ કે એરફોર્સને ૮૩ માર્ક ૧ એ એલસીએ તેજસ મળશે. તેજસ કલાક દીઠ ૨૨૨૨ કિ.મી.ની ઝડપે ઉડવામાં સક્ષમ, એક સમયે ૩,૦૦૦ કિ.મી. સુધીની ઉડાન કરી શકે છે.
જેટ ૪૩.૪ ફુટ લાંબું અને ૧૪.૯ ફુટ ઊંચું છે. તેજસ ફાઇટરનું વજન બધા શસ્ત્રો સાથે ૧૩,૫૦૦ કિલો છે. હવા-થી-હવામાં ફાયર કરી શકતી ૬ પ્રકારની મિસાઇલો તૈનાત કરી શકાય છે. આ ઉપરાંત ડર્બી, પાયથોન -૫, આર -૭૩, અસ્ત્ર, એસરામ, મેટીયોર-૨ જેવી હવાથી જમીન પર ફાયર કરાતી મિસાઈલો લગાવી શકાય છે. આ સિવાય લેસર ગાઇડેડ બોમ્બ, ગ્લાઇડ બોમ્બ-ક્લસ્ટર હથિયારો પણ લગાવી શકાય છે. સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામ હેઠળ એર ફોર્સે એક ઉપલબ્ધિ મેળવી છે, ચીનની સાથે પુર્વી લદ્દાખમાં તંગદીલીને જોતા બંને મોરચા પર હવાઇ સુરક્ષા અને મજબુતી આપવા માટે દેશમાં બનેલા હળવા ફાઇટર વિમાન તેજસને પાકિસ્તાન સરહદે વેલ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવી ચુક્યા છે.
સરકારી સુત્રોનાં જણાવ્યા પ્રમાણે તેજસને ઇન્ડિયન એર ફોર્સે પાકિસ્તાની સરહદ નજીક વેસ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે, જેથી દુશ્મન દ્વારા કરવામાં આવતી કોઇ પણ હરકતનો જડબાતોડ જવાબ આપી શકાય. એલસીએ તેજસની પહેલી સ્કવોર્ડ્રન ફ્લાઇંગ ડ્રેગનનાં નામથી જાણીતી ૪૫મી સ્કવોડ્રન સધર્ન એર કમાન્ડ હેઠળ સુલુરમાં સ્થિત છે, સુત્રોનાં જણાવ્યા મુજબ તેજસને ઓપરેશનલ રોલ માટે તૈનાત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી સ્વદેશી તેજશ એરક્રાફ્ટની પ્રશંસા કરી ચુક્યા છે.SSS