Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૨૬ કેસ : ૨૦નાં મોત થયા

ગાંધીનગર: રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૫૭૨૩૪ ટેસ્ટ કરવામાં આવતા ૧૧૨૬ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૮૦ હજારને પાર થઈ ૮૦,૯૪૨ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૦ મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૮૨૨ થયો છે. રાજ્યમાં આજે ૧૧૩૧ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતા આંકડો ૬૩ હજારને પાર થઇ ૬૩૭૧૦ થયો છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો ૧૪૪૧૦ થયો છે.

જેમાં ૭૮ વેન્ટીલેટર પર અને ૧૪૩૩૨ સ્ટેબલ છે.રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત કોરોનાના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ આજે કોવિડ-૧૯ના કારણે ૨૦ દર્દીઓના મોત નોંધાયા છે.જેમાં સુરત જિલ્લામાં ૪અને મહાનગરપાલીકામાં ૩, અમદાવાદ મહાનગરમાં ૪, અમરેલી,ભાવનગર અને કચ્છમાં ૨-૨,ગીર સોમનાથ,રાજકોટ અને વડોદરામાં ૧-૧,મોત નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં આજે ૧૪૯ અને ગ્રામ્યમાં ૧૬ સાથે ૧૬૫ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૨૯૩૩૦ થયો છે. જ્યારે વધુ ૪ મોત સાથે ૧૬૬૬ કુલ મોત અમદાવાદમાં નોંધાયા છે. સુરત શહેરમાં ૧૭૫ અને જિલ્લામાં ૭૭ સાથે ૨૫૨ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ સંક્રમિતનો આંકડો ૧૭૪૦૯ થયો છે. આજે વધુ ૭ મોત સાથે મોતનો કુલ આંકડો ૫૬૭ થયો છે.

વડોદરા શહેરમાં ૮૯ અને જિલ્લામાં ૨૨ સાથે ૧૧૧ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે.આજે વધુ ૧ મોત સાથે મૃત્યુઆંક ૧૧૪ થયો છે. રાજકોટ શહેરમાં ૬૫ અને જિલ્લામાં ૩૩ સાથે ૯૦ કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે.જ્યારે ૧ મોત સાથે મૃત્યુઆંક ૬૮ થયો છે. ભાવનગર મહાનગરપાલીકામાં ૨૭ અને જીલ્લામાં ૧૬ સાથે કુલ ૪૩ કેસ નોંધાયા છે.આ સાથે સંક્રમિતોનો કુલ આંકડો ૨૧૬૫ થયો છે. આજે ૨ મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૭ થયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૧૫,૫૯૮ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં૫,૦૭,૧૮૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.જે પૈકી ૫,૦૬,૪૦૦ વ્યક્તિ હોમ ક્વોરન્ટાઇન છે અને ૮૧૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.